Home /News /entertainment /બૉલીવુડનાં જાણીતા અભિનેત્રીનું નિધન, ભારતનાં પ્રથમ ટીવી ટોક શોનાં હોસ્ટ તરીકે યાદ રહેશે

બૉલીવુડનાં જાણીતા અભિનેત્રીનું નિધન, ભારતનાં પ્રથમ ટીવી ટોક શોનાં હોસ્ટ તરીકે યાદ રહેશે

તબસ્સુમ ગોવિલનું નિધન

Actress Tabassum Death: પ્રખ્યાત અભિનેત્રી તબસ્સુમ હવે આ દુનિયામાં નથી રહ્યા.  તેમણે 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.

    Actress Tabassum Died: હિન્દી સિનેમા જગત અને ટેલીવિઝન જગત માટે ખૂબ દુખદ સમાચાર છે. પ્રખ્યાત અભિનેત્રી તબસ્સુમ હવે આ દુનિયામાં નથી રહ્યા.  તેમણે 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.

    હાર્ટ ઍટેક આવ્યો હતો

    શુક્રવારે જ તેમને હાર્ટ ઍટેક આવ્યો હતો જે બાદ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  અને આજે મુંબઈમાં નિધન બાદ તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.



    ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશનથી જાણીતા 

    તેમણે બાળ કલાકાર તરીકે કેટલીક હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તો દૂરદર્શનમાં પ્રચલિત ટોક શો ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન નામના શોથી તેમણે લોકપ્રિયતા મળી હતી. તેઓ રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં રામનો અભિનય કરનાર અભિનેતા અરુણ ગોવિલના ભાઈ સાથે પરણ્યા હતા. તેમનો દીકરો કે જેનું નામ હોશાંગ ગોવિલ છે તેણે જ માતાના નિધનના સમાચાર આપ્યા હતા. તેઓને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. અને તેઓની ઉમ્મર 78 વર્ષ હતી.

    આ પણ વાંચો: TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર 'ચંપક ચાચા' ખરાબ રીતે ઘાયલ થયા, ડોક્ટરોએ જુઓ શું કહ્યું

    જો કે તેમના દીકરા હોશાંગે મીડિયાને જણાવ્યું હતું કે તેમની માતાની દફનવિધિ સુધી દુ:ખદ સમાચાર કોઈને આપવામાં આવ્યા નહોતા.



    તેમણે સરગમ, સંગ્રામ, દીદાર, બૈજુ બાવરા અને મુઘલ-એ-આઝમમાં પણ નાનકડો રોલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તેઓની પ્રાર્થના સભા 21 તારીખે મળશે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Bollywood actress, Bollywood Celebrities, Tv actress

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन