અભિનેત્રી સ્વરા ભાસ્કરે એક યૂઝરને ઉધડો લીધો, કહ્યું- મોઢું સંભાળીને વાત કરો

News18 Gujarati
Updated: May 20, 2020, 12:07 PM IST
અભિનેત્રી સ્વરા ભાસ્કરે એક યૂઝરને ઉધડો લીધો, કહ્યું- મોઢું સંભાળીને વાત કરો
સ્વરા ભાસ્કર.

બોલિવૂડ અભિનેત્રી આખા બોલા સ્વાભાવની છે, સ્વરા સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવા માટે જાણીતી છે.

  • Share this:
મુંબઈ : અભિનેત્રી સ્વરા ભાસ્કર (Actress Swara Bhaskar) તેના આકરા મિજાજ માટે જાણીતી છે. સ્વરા સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવા માટે જાણીતી છે. સ્વરા અનેક વખત પોતાનો બુલંદ અવાજ ઉઠાવ્યો છે. આ વખતે સ્વરાએ બે મુદ્દે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. એક ટ્વીટમાં સ્વરાએ ટિકટોક પર મહિલાઓના બતાવવામાં આવતા વાંધાજનક વીડિયો (Video) પર સવાલ ઊભા કર્યા છે. જ્યારે બીજા એક ટ્વીટમાં સ્વરાએ એક વ્યક્તિને મોં સંભાળીને વાત કરવાની સલાહ આપી હતી.

સ્વરાએ ટિકટોક પર નિશાન સાધ્યું

થોડા દિવસથી ટિકટોક પર એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં એક યૂઝર મહિલા પર એસિડ જેવું કંઈક ફેંકી રહ્યો છે. સ્વરાએ આ વીડિયો પર પોતાનો ગુસ્સો કાઢ્યો છે. સ્વરાએ ટિકટોક વીડિયો પર સવાલ ઉઠાવ્યા છે. સ્વારે કહે છે કે મહિલા વિરુદ્ધ હિંસાનું કન્ટેન્ટ કેવી રીતે પ્રમોટ કરવા દેવામાં આવી રહ્યું છે. આવું કન્ટેન્ટ રૂઢિવાદી વિચારસરણીને આગળ ધપાવે છે.

હવે સ્વરા ભાસ્કરના આ ટ્વીટ પર એક યૂઝરે જવાબ આપ્યો છે. તેણે ટ્વીટ કરીને અભિનેત્રી અને બોલિવૂડની નિયત પર જ સવાલ ઊભો કર્યો છે. યૂઝરે લખ્યું કે, તમે લોકો શું ફિલ્મમાં આવું નથી બતાવતા? એક વ્યક્તિએ આવું કર્યું તો તમે તેની પાછળ જ પડી ગયા છો. યૂઝર અભિનય જ કરી રહ્યો હતો. યૂઝરે આગળ સ્પષ્ટતા પણ કરે છે કે તે આવા વીડિયોનું સમર્થન નથી કરતો. યૂઝરે લખ્યું કે, 'હું આ વાતનું જરા પણ સમર્થન નથી કરતો, બસ તને સવાલ કરું છું.'

સ્વરાએ યૂઝરનો ઉધડો લીધો

હવે સ્વારાએ યૂઝરને જવાબ આપતા તેને સંસ્કારના પાઠ પણ ભણાવ્યા હતા. સ્વરા ટ્વીટ કરીને લખે છે કે, 'તમને એક સવાલ. ગુરપ્રીત જી, મોં સંભાળીને વાત કરો. આપણે મિત્રો નથી!' જે બાદમાં સ્વરાએ યૂઝરના સવાલનો જવાબ આપતા કહ્યું કે, 'દર વખતે જ્યારે ફિલ્મમાં મહિલા વિરોધી મજાક, લિંગ આધારિત હિંસાને ઓછી કે સામાન્ય બતાવવામાં આવી છે, જે હંમેશા થયું છે. અનેક લોકોએ આના પર સવાલ ઉઠાવ્યા છે! તમને સવાલોથી પરેશાની શું છે? અને હા, મહિલાઓ પર હિંસા romanticise કરવી ખોટું છે!'

જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે સ્વરાએ પોતાના આગવા અંદાજમાં સોશિયલ મીડિયામાં કોઈને જવાબ આપ્યો હોય. તેણે અનેક પ્રસંગે સરકાર પર પણ સવાલ ઉઠાવ્યા છે. અનેક લોકો તેને સમર્થન આપે છે તે અનેક લોકો તેનો વિરોધ કરે છે.
First published: May 20, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading