લંડનમાં કેબ ડ્રાઇવરે સોનમ કપૂર સાથે કરી ખરાબ હરકત, અભિનેત્રી ફફડી ઉઠી

News18 Gujarati
Updated: January 16, 2020, 1:55 PM IST
લંડનમાં કેબ ડ્રાઇવરે સોનમ કપૂર સાથે કરી ખરાબ હરકત, અભિનેત્રી ફફડી ઉઠી
સોનમ કપૂર (ફાઇલ તસવીર)

અભિનેત્રી સોનમ કપૂરે (Sonam Kapoor) પોતાના ટ્વિટર (Twitter) હેન્ડલ પર લંડનની કેબમાં થયેલા ભયાનક અનુભવ વિશે લખ્યું.

  • Share this:
મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર (Sonam Kapoor) ગત થોડા દિવસોથી પોતાના પતિ આનંદ આહૂજા સાથે વેકેશન મનાવી રહી છે. આ દરમિયાન સોનમ કપૂર રોમાંચિત કરી દેતી તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં સોનમ કપૂર એક ટ્વિટર પોસ્ટને કારણે ચર્ચામાં છે. આ ટ્વિટમાં સોનમ કપૂરે લંડનમાં તેણી સાથે થયેલી ભયાનક ઘટના અંગે લખ્યું છે. સોનમ કપૂર સાથે લંડનની એક કેબમાં આ ઘટના બની હતી. આ ઘટનાએ સોનમ કપૂરને હચમચાવી દીધી છે. આ ઘટના વિશે લખતા સોનમ કપૂરે તમામ લોકોને અલર્ટ રહેવાનું કહ્યું છે.

સોનમ કપૂરે પોતાના ટ્વિટર પર લખ્યું છે કે, "મને લંડનની ઉબર કેબમાં સૌથી ખરાબ અનુભવ થયો છે. તમે પણ સચેત રહો. મહેરબાની કરીને સૌથી સુરક્ષિત અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. હું આખી હચમચી ગઈ છું." સોનમના આ ટ્વિટ બાદ તમામ લોકોએ એ જાણવાની ઈચ્છા દર્શાવી કે તેની સાથે ખરેખર શું થયું હતું? સોનમે બીજી એક પોસ્ટમાં જણાવ્યું કે તેની સાથે ખરેખર શું થયું હતું.

સોનમ કપૂરને એક મહિલાએ કૉમેન્ટ બોક્સમાં પૂછ્યું કે આખરે શું થયું હતું, તે લંડનમાં જ રહેતી હોવાથી આ વિશે જાણવા માંગે છે. કારણે તેણીને મદદ પણ મળી શકે છે. આ વાંચીને સોનમે તરત જ જવાબ આપ્યો હતો અને જણાવ્યું કે, "કેબનો ડ્રાઇવર સ્થિર ન હતો અને મારા પર જોરજોરથી બૂમો પાડી રહ્યો હતો. હું ખૂબ ડરી ગઈ છું."
હવે એ જોવાનું રહ્યું કે, આ મામલે કેબ સર્વિસ તરફથી કોઈ પગલાં લેવામાં આવે છે કે નહીં. આ પહેલા સોનમ બ્રિટિશ એરવેઝમાં પણ ખરાબ અનુભવ થયો હતો. સોનમ કપૂરે આ અંગે પણ ટ્વટિ કર્યું હતું. એરવેઝની ખરાબ સેવા અંગે સોનમ કપૂરે ટ્વિર પર લખ્યું હતું. સાથે જ સોનમે ફરીથી આ એરવેઝમાં મુસાફરી ન કરવાની જાહેરાત કરી હતી. જે બાદમાં એરવેઝ કંપની તરફથી માફી માંગવામાં આવી હતી.
First published: January 16, 2020
વધુ વાંચો
अगली ख़बर