Home /News /entertainment /બોલ્ડ સીન્સથી ભરપૂર છે આ ફિલ્મ, અભિનેત્રીએ કહ્યું- ફિલ્મની ડિમાન્ડ હતી

બોલ્ડ સીન્સથી ભરપૂર છે આ ફિલ્મ, અભિનેત્રીએ કહ્યું- ફિલ્મની ડિમાન્ડ હતી

26 જાન્યુઆરી, 2018ના રોજ ભોજપુરી ફિલ્મ 'નથુનિયા પર ગોલી મારે 2' રીલિઝ થઇ હતી

ફિલ્મની રીલિઝ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, બોલ્ડ સીન સ્ટોરીની ડિમાન્ડ હતા

ન્યૂઝ18 ગુજરાતી: 26 જાન્યુઆરી, 2018ના રોજ ભોજપુરી ફિલ્મ 'નથુનિયા પર ગોલી મારે 2' રીલિઝ થઇ હતી. આ ફિલ્મમાં અભિનેત્રી શિવિકા દીવાન જોવા મળી હતી. ફિલ્મમાં તેણે ભરપૂર બોલ્ડ સીન્સ આપ્યા હતા. ફિલ્મની રીલિઝ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, બોલ્ડ સીન સ્ટોરીની ડિમાન્ડ હતા. જેના કારણે તે આ સીન્સ કરવા માટે રાજી થઇ હતી.

શિવિકાએ કહ્યું હતું કે, હું બોલ્ડ સીન્સની વાત સાંભળીને હેરાન હતી, પરંતુ પછી મને ફિલ્મની સ્ટોરી અંગે જણાવવામાં આવ્યું હતું. મને કહેવામાં આવ્યું હતું કે આ સીન્સ સ્ટોરી પ્રમાણે જ છે. આથી હું ફિલ્મ કરવા માટે રાજી થઇ હતી.

ફિલ્મમાં અભિનેત્રી શિવિકા દીવાન જોવા મળી હતી. ફિલ્મમાં તેણે ભરપૂર બોલ્ડ સીન્સ આપ્યા હતા


શિવિકા દીવાને ભોજપુરી ફિલ્મ 'ચેલેન્જ' દ્વારા ફિલ્મી સફરની શરૂઆત કરી હતી. ફિલ્મમાં આવી તે પહેલાં શિવિકા દિલ્હીમાં થિયેટરમાં કામ કરી હતી. તે દરમિયાન જ તેને ભોજપુરી ફિલ્મની ઓફર મળી હતી. ફિલ્મ પહેલાં તે ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી હતી. શિવિકા યુપીના કાનપુરીની રહેવાસી છે.

આ પણ વાંચો: #Metoo તનુશ્રીએ કહ્યું- મારા શોષણમાં આ લોકો પણ હતા સામેલ

ઉલ્લેખનીય છે કે, 'નથુનિયા પર ગોલી મારે 2' બિહારમાં થયેલા પોલીસ ભરતી કૌભાંડ પર આધારિત છે. ફિલ્મ એક એવા યુવકની વાર્તા છે, જે પોલીસમાં ભરતી થવા માટે ઘણી મહેનત કરે છે. જોકે, તેની પસંદગી થતી નથી અને તે ખોટા કામ કરવા લાગે છે. આ ફિલ્મમાં શિવિકા મંત્રીની પુત્રીના પાત્રમાં છે, જેનું ફિલ્મનો એક્ટર નમિત અપહરણ કરી લે છે.
First published:

Tags: Bhojpuri Film, અભિનેત્રી