મહેરબાની કરીને ફૅક ન્યૂઝ ફેલાવવાનું બંધ કરો : શિલ્પા શેટ્ટીની બે હાથ જોડી વિનંતી

શિલ્પા શેટ્ટી.

રવીના ટંડન (Raveena Tandon)ની "જીતેગા ઇન્ડિયા જીતેંગે હમ" કેમ્પેઇન અંતર્ગત શિલ્પા શેટ્ટીએ વીડિયો સંદેશ પાઠવ્યો છે.

 • Share this:
  નવી દિલ્હી : અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Bollywood Actress Shilpa Shetty)એ લોકોને બે હાથ જોડીને ફૅક ન્યૂઝ (Fake News) ન ફેલાવવા તેમજ કોરોના વાયરસની મહામારી વચ્ચે ડૉક્ટર્સ  (Doctors and Healthcare Staff) તેમજ હેલ્થકેર સ્ટાફ સાથે ગેરવર્તન ન કરવાની અપીલ કરી છે. રવીના ટંડન (Raveena Tandon)ની "જીતેગા ઇન્ડિયા જીતેંગે હમ" કેમ્પેઇન અંતર્ગત શિલ્પા શેટ્ટીએ વીડિયો સંદેશ પાઠવ્યો છે. કોરોનાના ખતરા વચ્ચે ડૉક્ટર્સ પર થઈ રહેલા હુમલા બાબતે જાગૃતિ (Awareness) લાવવા માટે આ ખાસ ચળવળ શરૂ કરવામાં આવી છે.

  આ વીડિયોમાં શિલ્પાએ કહ્યું છે કે, "માનવજાતના નામે આપણે એ લોકો (ડૉક્ટર્સ) માટે કંઈ નહીં તો અવાજ તો ઉઠાવી જ શકીએ. આ એ લોકો છે જેઓ આપણું જીવન સુરક્ષિત બનાવવા માટે પોતાની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે." આ વીડિયોમાં શિલ્પાએ મહામારીના સમયે ખોટા ન્યૂઝ ન ફેલાવવાની પણ અપીલ કરી હતી.
  View this post on Instagram

  Thank you my dear, @officialraveenatandon for nominating me and making me a part of this amazing initiative of yours. To all my fellow citizens, please look out and stand up for the warriors who are tirelessly working round the clock to keep our community safe. It’s a humble request to please treat these heroes with respect, debunk myths & false rumours, and stop the spread of fake news at your own levels. Let’s do our bit too! It’s time to stand united against this pandemic. I nominate @shamitashetty_official @farahkhankunder and @abhimanyud to take this cause forward. . . . . . #SwasthRahoMastRaho #JeetegaIndia #JeetengeHum #IndiaFightsCorona #COVID19 #StayHomeStaySafe


  A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on
  લૉકડાઉનની પ્રવૃત્તિ અંગે શિલ્પા સતત અમુક તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. જોકે, આ વખતે તેણે રવીના ટંડનને ટેગ કરીને એક સંદેશ પાઠ્વ્યો છે. "રવીના, ખૂબ જ સારી ચળવળ માટે મને નૉમિનેટ કરવા માટે તારો ખૂબ ખૂબ આભાર. હું તમામ દેશવાસીઓને એક વાત કહેવા માંગું છું કે આપણા માટે 24 કલાક ખડેપગે રહેનારા વૉરિયર્સ (ડૉક્ટર્સ તેમજ હેલ્થકેર સ્ટાફ)ની પડખે ઊભા રહો. મારી નમ્ર વિનંતી છે કે આ લોકોને ખૂબ માન આપવામાં આવે. આ ઉપરાંત ફૅક ન્યૂઝ, ખોટી માન્યતાઓ અને ખોટી માહિતીને તમારા સ્તરે જ ફેલાતી અટકાવો. આ સમય મહામારી સામે એક થઈને ઊભા રહેવાનો છે."


  આ વીડિયોમાં શિલ્પાએ પોતાની બહેન શમિતા શેટ્ટી, ફિલ્મ નિર્મતા ફરાહ ખાન અને અભિનેતા અભિમન્યૂ દસ્સાનીને આ સંદેશ આગળ મોકલવાન માટે નૉમિનેટ કર્યાં છે. રવીના ટંડને આ ચળવળ માટે અભિનેતા સોનુ સૂદ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીને નૉમિનેટ કર્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published: