કોરોના દર્દીઓની સારવાર કરનારી આ એક્ટ્રેસને થયો લકવો, હોસ્પિટલમાં દાખલ

એક્ટ્રેસ શિખાને આવ્યો લકવાનો એક્ટ્રેસ

હોસ્પિટલમાં સેવા દરમિયાન એક્ટ્રેસ શિખા મલ્હોત્રા ઓક્ટોબરમાં કોરોનાનો શિકાર થઈ હતી. શિખા એક સર્ટિફાઈડ નર્સ પણ છે

 • Share this:
  મુંબઈ: કોરોનાના દર્દીઓની સેવા કરનારી એક્ટ્રેસ શિખા મલ્હોત્રા ગુરુવારે રાતે લકવાની શિકાર થઈ ગઈ છે. તેને મુંબઈની કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
  આપને જણાવી દઇએ કે, અભિનેત્રી શિખા એક સર્ટિફાઈડ નર્સ પણ છે અને કોરોનાનાં સમયમાં તેણે મુંબઈની જોગેશ્વરી સ્થિત હિંદુ હૃદય સમ્રાટ ટ્રોમા સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવી હતી. તેણે કોરોનાના દર્દીઓની સેવા કરી હતી. તે છેલ્લા છ મહિનાથી નર્સ તરીકે કોરોના દર્દીઓની સેવા કરતી હતી. આ દરમિયાન તે પોતે કોરોના સંક્રમિત થઈ ગઈ હતી.

  આ પણ વાંચો- Breaking-શ્રદ્ધા કપૂરનાં ભાઇ સિદ્ધાંત કોરોના પોઝિટિવ, જીભનો ટેસ્ટ જતો રહ્યો

  હોસ્પિટલમાં સેવા દરમિયાન શિખા ઓક્ટોબરમાં કોરોનાનો શિકાર થઈ હતી અને સ્વસ્થ થયા બાદ 22 ઓક્ટોબરે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી.

  શિખાનાં લકવાગ્રસ્ત થવાની જાણકારી આપતા શિખાનું કામકાજ સંભાળનાર અશ્વિની શુક્લાએ માહિતી આપી છે. તેમણે એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું કે, ગત રાત્રે તને ઘરમાં જ લકવાનો પહેલો અટેક આવ્યો હતો. જે બાદ તેને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શુક્લાએ વધુમાં જણાવ્યું કે, હોસ્પિટલમાં સારવાર મોંઘી હોવાથી બાદમાં તેને કૂપર હોસ્પિટલમાં શિફ્ટ કરાઈ છે. અશ્વિની શુક્લાએ જણાવ્યું કે, શિખા હાલમાં ચાલવા -ફરવાની સ્થિતિમાં નથી. જો કે, ડૉક્ટરોને જણાવ્યું છે કે, શિખાની હાલત પહેલા કરતા વધુ સારી છે.




  શીખા મલ્હોત્રાનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો ગત વર્ષે સંજય મિશ્રા સાથે ‘કાંચલી’માં હીરોઈન તરીકે નજર આવી હતી. આ પહેલા શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘ફેન’ અને તાપસી પન્નુ સાથે ફિલ્મ 'રનિંગ શાદી'. કોમમાં કામ કરી ચૂકી છે.
  Published by:Margi Pandya
  First published: