પરિવાર સાથે મુંબઇ એરપોર્ટ પર દેખાઇ રિયા ચક્રવર્તી, ટી-શર્ટ પર પુરુષો માટે લખ્યો હતો ખાસ મેસેજ

રિય ચક્રવર્તી પરિવાર સાથે મુંબઇ એરપોર્ટ પર

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) લાંબા સમય બાદ નજર આવી. સુશાંત મામલા બાદ અવાર નવાર ચર્ચામાં રહેતી રિયાની તસવીરો વાયરલ થઇ છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) સુશાંત સિંહ રાજપૂતનાં નિધન મામલે નામ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા અને અન્ય મીડિયાથી દૂરી બનાવી દીધી છે. પબ્લિક પ્લેસમાં પણ રિયા ઓછી જ જોવા મળે છે. આ વચ્ચે રિયા ચક્રવર્તી તેનાં પિતા ઇન્દ્રજિત ચક્રવર્તી (Indrajit Chakraborty) અને ભાઇ શોવિક ચક્રવર્તી (Shovik Chakraborty)ની સાથે મુંબઇ એરપોર્ટ પર નજર આવી. રિયાએ એક વ્હાઇટ કલરની હુડી પહેરી હતી. આ હુડી પર સ્ટ્રોન્ગ મેસેજ લખેલો હતો. રિયાની સ્લોગન વાળી પોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

  સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા મામલે ડ્રગ્સ કેસમાં આરોપી રિયા ચક્રવર્તી આ દિવસોમાં જામીન પર જેલની બહાર છે. આ કેસ બાદથી જ રિયાએ ક્યાંય પણ આવવાં જવાનું ઓછું કરી દીધું છે. પણ ગત રવિવારે તે તેનાં પરિવારની સાથે નજર આવી. રિયાએ જે હુડી પહેરી હતી તેનાં પર લખ્યું હતું 'મર્દ બનો' (Man Up). રિયાની આ ફોટો ચર્ચાનો વિષય બની ગયો છે. આ સ્લોગનનાં અલગ અલગ અર્થ કાઢવામાં આવી રહ્યાં છે.




  રિયા ચક્રવર્તીની કોઇ ડ્રેસ અંગે પહેલી વખત ચર્ચા નથી શરૂ થઇ. પહેલાં પણ રિયા ઘણી વખત સ્લોગન વાળી ટી- શર્ટ પહેરેલી નજર આવી ચૂકી છે. રિયાએ હાલમાં જ એક ટી શર્ટ પહેરી હતી જેનાં પર કંઇક આ પ્રકારનો મેસેજ લખેલો હતો. આ ટીશર્ટ વાળો ફોટો પણ ખુબજ વાયરલ થઇ ગયો ચે. સુશાંત સિંહ રાજપૂત મામલે રિયા અત્યાર સુધી છુપાઇને રહેતી હતી પણ હવે તે એક્ટિવ થઇ રહી છે. રિયા ચક્રવર્તીએ થોડા દિવસ પહેલાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, 'તે જલ્દી જ કામ શરૂ કરશે.'

  હાલમાં ફિલ્મ 'ચેહરે'ની રિલીઝનાં પોસ્ટરમાં રિયા દેખાઇ ન હતી. જેથી તે ચર્ચામાં આવી હતી. ગત દિવસોમાં બોલિવૂડ એક્ટર ઇમરાન હાશ્મી અને સદીનાં મહાનાયકની આવનારી ફિલ્મ 'ચેહરે' 30 એપ્રિલનાં થિએટર્સમાં રિલીઝ થવાની છે. રૂમી જાફરીની આ ફિલ્મમાં રિયા તેનાં પોસ્ટરમાંથી ગૂમ થઇ ગઇ છે. જ્યારે રિયા આ ફિલ્મમાં અહમ કિરદાર અદા કરી રહી છે.
  Published by:Margi Pandya
  First published: