Home /News /entertainment /

#MainBhiChowkidarમાં સામેલ થયેલા ભાજપના નેતા પર વિફરી અભિનેત્રી રેણુકા શહાણે

#MainBhiChowkidarમાં સામેલ થયેલા ભાજપના નેતા પર વિફરી અભિનેત્રી રેણુકા શહાણે

રેણુકા શહાણે અને એમજે અકબર

ભારતમાં જ નહીં વર્લ્ડવાઇડ પણ #MainBhiChowkidar ટ્રેન્ડ કરી રહ્યું છે

    ન્યૂઝ18 ગુજરાતી: લોકસભા ચૂંટણી 2019ની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લઇને રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે, ત્યાં જ બોલિવૂડમાં પણ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં જ બીજેપી આઇટી સેલ દ્વારા 'મેં ભી ચોકીદાર' (#MainBhiChowkidar) હેશટેગ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું. જે ભારતમાં જ નહીં વર્લ્ડવાઇડ પણ #MainBhiChowkidar ટ્રેન્ડ કરી રહ્યું છે. બીજેપી સાથે જોડાયેલા લોકો આ કેમ્પેઇન સાથે જોડાઇ રહ્યાં છે. પરંતુ આ કેમ્પેઇનમાં એમજે અકબર જોડાતાં બબાલ જોવા મળી.

    ભાજપના નેતા એમજે અકબરે પણ આ કેમ્પેઇનમાં સામેલ થતાં ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું, મને #MainBhiChowkidar કેમ્પેઇનમાં સામેલ થવા પર ગર્વ છે. એક નાગરિક હોવાને લીધે ભારતને પ્રેમ કરું છું. હું ભ્રષ્ટાચાર, ગંદગી, ગરીબી અને આતંકવાદને હટાવવાની પૂરી કોશિશ કરીશ અને એક નવા ભારતના નિર્માણમાં મદદ કરીશ જે મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ હોય.

     આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા સાથે થવાનાં હતા છુટાછેડા, આ બંનેની હતી એવી પ્લાનિંગ

    રેણુકા શહાણેનો એમજે અકબરને જવાબ

    ત્યાં જ, આ ટ્વિટ જોઇને બોલિવૂડ અભિનેત્રી રેણુકા શહાણે વિફરી પડી. રેણુકાએ એમજે અકબરને ટ્વિટર પર જ જવાબ આપતાં કહ્યું કે, જો તમે પણ ચોકીદાર છો તો કોઇ મહિલા સુરક્ષિત નથી. રેણુકા શહાણેએ આ ટ્વિટમાં લખ્યું #BesharmiKiHadd અને તેણે આમાં IndiaMeTooને પણ ટેગ કર્યું છે.

    ઉલ્લેખનીય છે કે, #MeToo અભિયાન હેઠળ જ્યારે ભારતમાં ઘણા મોટા નામોને લઇને ચોંકવનારા ખુલાસા થઇ રહ્યાં હતાં, ત્યારે તેમાં ભાજપના નેતા એમજે એકબરનું નામ સામે આવ્યું હતું. એમજે અકબર પર લગભગ 20 મહિલા પત્રકારોએ યૌન શોષણનો આરોપ મૂક્યો હતો. તે બાદ સોશિયલ મીડિયામાં હંગામો થયો હતો અને વિપક્ષી પાર્ટીઓ દ્વારા તેમના રાજીનામાની માગ કરવામાં આવી હતી. જે બાદ એમજે અકબરને વિદેશ રાજ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Actress renuka shahane, Lok sabha election 2019, Main Bhi Chowkidar, Mj akbar, Reply, Social Media Viral, Twitt

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन