અભિનેત્રી રવિના ટંડને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર તેના એક ચાહકને આપ્યો રમૂજી જવાબ

રવિના ટંડન.

અભિનેત્રી રવિના ટંડનને તેના એક ચાહકે પૂછ્યું -'મેમ, તમે આવતા જન્મમાં મારી સાથે લગ્ન કરશો?'

 • Share this:
  મુંબઈ : અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon) સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકનાર યુવકને અભિનેત્રીએ ખૂબ જ રમૂજી જવાબ (Funny Reply) આવ્યો છે. યુવકે અભિનેત્રીને આવતા જન્મમાં લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ (Marriage Proposal) મૂક્યો હતો. આ સાથે જ અભિનેત્રીએ બુધવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પર્વતમાળાઓમાં વેકેશન માણી રહી હોય તેવી અમુક જૂની તસવીરો (Throwback Image) શેર કરી છે.

  રવિના ટંડને જે તસવીર શેર કરી છે તેમાં તેની આસપાસ બરફ જ બરફ નજરે પડી રહ્યો છે. બરફની ચાદર વચ્ચે અભિનેત્રી એક જગ્યા પર હાથમાં પર્સ લઈને ઊભેલી નજરે પડી રહી છે.

  રવિનાની આ પોસ્ટ પર તેના એક પ્રશંસકો કૉમેન્ટ લખી હતી કે, "રવિના મેમ, શું તમે આવતા જન્મમાં મારી સાથે લગ્ન કરશો?"

  પ્રશંસકની આવી કૉમેન્ટ પર રવિનાએ ખૂબ જ રમૂજી જવાબ આપ્યો હતો. રવિનાએ જવાબમાં લખ્યું છે, "માફ કરજે દોસ્ત, આવતા સાત જન્મ સુધી મારું પહેલાથી જ બૂકિંગ થઈ ગયું છે."

  રવિનાની આ તસવીર પર તેમના અન્ય ચાહકોએ પણ પ્રેમનો વરસાદ કર્યો હતો. રવિનાને એક ચાહકે લખ્યું છે કે, "જ્યારે જ્યારે હું તમને જોઉં છું, હું તમારા પ્રેમમાં પડી જાઉં છું." અન્ય એક ચાહકે લખ્યું છે કે, "તમે હંમેશા ક્વિન જ રહેશો, આઈ લવ યૂ."


  નોંધનીય છે કે રવિના ટંડનના ચાહકોમાં રેપર બાદશાહનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે સવાલ જવાબ દરમિયાન બાદશાહે જણાવ્યું હતું કે, તેને રવિના ટંડન ખૂબ જ ગમે છે.

  ફિલ્મની વાત કરવામાં આવે તો અભિનેત્રી "કેજીએફ : ચેપ્ટર 2"માં નજરે પડશે. તેની સાથે ફિલ્મમાં સંજય દત્ત પણ હશે. આ ફિલ્મમાં અભિનેત્રી વડાંપ્રધાન રમિકા સેનનું પાત્ર નિભાવી રહી છે. દર્શકો આ ફિલ્મની ખૂબ જ આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: