શું રાધિકા આપ્ટે આપણી સાથે કોઈ "માઇન્ડ ગેમ" રમી રહી છે? આ તસવીર જ જોઈ લો

રાધિકાએ શેર કરેલી તસવીર.

રાધિકા દેશમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું તે પહેલા લંડન પહોંચી ગઈ હતી, તાજેતરમાં તેણે બિકીની સાથેની તસવીર શેર કરી.

 • Share this:
  નવી દિલ્હી : લૉકડાઉન વચ્ચે બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) રાધિકા આપ્ટે (Radhik Apte)એ મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીર પરથી અનેક સવાલ ઊભા થયા છે. રાધિકાએ પોલ્કા ડોટેડ બિકીનીમાં એક સમુદ્ર કિનારાની તસવીર શેર કરી છે. આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, "મને લૉકડાઉન ખૂબ ગમે છે." આ તસવીરમાં એવું લાગી રહ્યું છે કે રાધિકા સમુદ્રમાં ડૂબકી મારવા માટેની તૈયારી કરી રહી છે. એટલું જ આ તસવીર અને કેપ્શન પરથી લાગી રહ્યું છે કે રાધિકા આપણે દરિયા અને સમુદ્ર વિશે ધોળા દિવસે સ્વપ્ન બતાવી રહી છે.

  જોકે, આ તેની માઇન્ડ ગેમ હોઈ શકે છે. કેપ્શન સાથે રાધિકાએ #mindgames #nocoronaintheocean #sociallydistantdivingdesire #dreamingoftheocean હેઝટેગ લખ્યા છે. નોંધનીય છે કે રાધિકા આપ્ટે દેશમાં લૉકડાઉન શરૂ થયું તે પહેલા જ લંડન ગઈ હતી. રાધિકા આપ્ટેએ કરેલી પોસ્ટ જુઓ :
  View this post on Instagram

  Loving the locked down #mindgames #nocoronaintheocean #sociallydistantdivingdesire #dreamingoftheocean


  A post shared by Radhika (@radhikaofficial) on
  નોંધનીય છે કે આ પહેલા 34 વર્ષીય અભિનેત્રીએ તેના ચાહકોના સવાલનો જવાબ ઇન્સ્ટાગ્રામ પર આપ્યો હતો. તેણીએ લખ્યું હતું કે તે લંડન ગઈ છે અને તેને ઇમિગ્રેશન અંગે કોઈ સમસ્યા નથી નડી. રાધિકાએ લખ્યું હતું કે, "મને મારા પ્રશંસકો અને સહકર્મીઓ તરફથી મારી ચિંતા કરતા અનેક સંદેશ મળ્યા છે. હું સુરક્ષિત રીતે લંડન પહોંચી ગઈ છું. ઇમિગ્રેશન અંગે પણ કોઈ સમસ્યા નડી ન હતી."
  View this post on Instagram

  Should I grow my hair again #missinglonghair #whenoldphotospopupandmakemesmile


  A post shared by Radhika (@radhikaofficial) on
  નોંધનીય છે કે યૂકે પણ જીવલેણ કોરોના વાયરસની ઝપટમાં આવી ગયું છે. કોરોના સામે લડવા માટે યૂકેમાં પણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. રાધિકા આપ્ટેએ નેટફ્લિક્સ સિરીઝ Sacred Games અને Ghoul ખૂબ સારો અભિનય કર્યો છે. એટલું જ નહીં રાધિકાએ અંધાધૂન, પેડમેન, જેવી ફિલ્મમાં પણ અભિનય કર્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: