Home /News /entertainment /

શું પ્રેગ્નન્ટ છે પ્રિયંકા ચોપડા? સામે આવી આ તસવીરો

શું પ્રેગ્નન્ટ છે પ્રિયંકા ચોપડા? સામે આવી આ તસવીરો

પ્રિયંકાની વાયરલ થઇ રહેલી તસવીરોમાં તે એક ટાઇટ ફિટેડ ડ્રેસમાં નજરે પડે છે

પ્રિયંકાની વાયરલ થઇ રહેલી તસવીરોમાં તે એક ટાઇટ ફિટેડ ડ્રેસમાં નજરે પડે છે

    ન્યૂઝ18 ગુજરાતી: અભિનેત્રી પ્રિયંકા ચોપડા ફરી એકવાર ચર્ચામાં છે. પ્રિયંકા ચોપડાને લઇને એક ચોંકાવનારી વાત વાયરલ થઇ છે. કહેવાય છે કે, લગ્નના 2 મહિના બાદ જ પ્રિયંકા ચોપડા પ્રેગ્નન્ટ છે. સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં પ્રિયંકાનો બેબી બમ્પ દેખાતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

    પ્રિયંકાની વાયરલ થઇ રહેલી તસવીરોમાં તે એક ટાઇટ ફિટેડ ડ્રેસમાં નજરે પડે છે. તે તસવીરોની સાથે તેની પ્રેગ્નન્સીની વાત પણ વાયરલ થઇ છે.

    આ વાત સાચી છે કે માત્ર અફવા તેની ખરાઇ થઇ નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ વાત ખોટી હોવાનું કહેવાય છે, જ્યારે કેટલાક રિપોર્ટ્સમાં તેની પ્રેગ્નન્સીની વાત સાચી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે કેટલાકનું તો ત્યાં સુધી કહેવું છે કે પ્રિયંકાના નજીકના લોકોએ આ વાત કન્ફોર્મ કરી છે. જોકે, પ્રિયંકા અને નિક તરફથી એવી કોઇ જાહેરાત કરવામાં આવી નથી.


    આ પણ વાંચો: Khatron Ke Khiladi 9ના વિનરનો થયો ખુલાસો, નામ જાણીને ચોંકી જશો!

    ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા અને નિક ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યાં છે કે તેઓ ફેમિલી શરૂ કરવા માગે છે. થોડા સમય અગાઉ નિકનું એક નિવેદન વાયરલ થયું હતું જેમાં તેણે ફેમિલી શરૂ કરવાની ઇચ્છા જાહેર કરી હતી. જોકે, પ્રેગ્નન્સીની વાતો ફેલાયા બાદ પ્રિયંકા અને નિક તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Nick Jonas, Pictures, Pregnancy, Priyanka chopra, Viral

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन