Home /News /entertainment /

Actress Delivery Video: દીકરીનાં જન્મ બાદ એક્ટ્રેસે શેર કર્યો ડિલીવરી વીડિયો, થઇ ગઇ હતી આવી હાલત

Actress Delivery Video: દીકરીનાં જન્મ બાદ એક્ટ્રેસે શેર કર્યો ડિલીવરી વીડિયો, થઇ ગઇ હતી આવી હાલત

એક્ટ્રેસ પ્રણિતાએ શેર કર્યો વીડિયો

Baby Delivery Room Video: હાલમાં જ દીકરીને જન્મ આપનારી એક્ટ્રેસ પ્રણિતા સુભાષે હવે ડિલીવરી રૂમનો એક વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે. જે ઘણી ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક્ટ્રેસે તેનાં જીવનનાં સૌથી ખાસ પળોને ફેન્સ સાથે શેર કર્યા છે.

વધુ જુઓ ...
    એન્ટરટેનમેન્ટે ડેસ્ક: હિન્દી ફિલ્મોની એક્ટ્રેસ પ્રણિતા સુભાષ આ દિવસોમાં તેના જીવનનો સૌથી અદ્ભુત સમય માણી રહી છે. માતા બની ત્યારથી પ્રણિતા સુભાષ (Pranitha Subhash) પોતાનો બધો સમય દીકરીના ઉછેરમાં આપી રહી છે અને બધી યાદોને સંભારી રહી છે. હવે પ્રણિતાએ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે એક અનસીન વીડિયો (Delivery Room Video) શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને પ્રણિતાના જીવનનો સૌથી ખાસ વીડિયો (Viral Video) માનવામાં આવે છે.

    પ્રણિતાએ શેર કર્યો ડિલીવરી રૂમનો વીડિયો- વાસ્તવમાં, આ વીડિયોમાં પ્રણિતાએ તેના જીવનની સૌથી ખાસ ક્ષણોની તસવીરો અને વીડિયો મર્જ કર્યા છે અને તેને ફેન્સ સાથે શેર કર્યા છે. આ વીડિયો પ્રણિતાના ડિલિવરી રૂમનો છે. જ્યારે તેણે દીકરીને જન્મ આપ્યો અને તેની પહેલી ઝલક જોઈ. જણાવી દઈએ કે અભિનેત્રી પ્રણિતાએ બિઝનેસમેન નીતિન રાજુ સાથે લગ્ન કર્યા છે.

    વાયરલ થઇ રહ્યો છે પ્રણિતાનો વીડિયો- એપ્રિલ 2022 માં જ, અભિનેત્રીએ ગુડ ન્યૂઝ ચાહકો સાથે તેની ગર્ભાવસ્થા શેર કરી હતી. તે જ સમયે, 12 જૂને, અભિનેત્રીએ આ ડિલિવરી રૂમનો વીડિયો શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. પ્રણિતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સ તેના વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ઉગ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે




    10 જૂનનાં કરી હતી બાળકીનાં જન્મની જાહેરાત- વિડિયોની શરૂઆત પ્રણિતાની સોનોગ્રાફી એપોઇન્ટમેન્ટથી થાય છે, ત્યારબાદ તેના બાળકની ઝલક જોવા મળે છે. જો કે, પ્રણિતાએ તેના બાળકને જન્મ પછી પ્રથમ વખત ડિલિવરી રૂમમાં જોયો તે સૌથી મનોહર ક્ષણ હતી. તમને જણાવી દઈએ કે 10 જૂનના રોજ પ્રણિતાએ તેની પુત્રીના જન્મની ખુશખબર ફેન્સ સાથે શેર કરી હતી.

    પ્રણિતા ન ફક્ત હિન્દી ફિલ્મો પણ તમીલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. તેણે હંગામા-2 અને ભૂજ- ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં કામ કર્યુ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Pranita Shubhash Delivery Video, Pranitha Shubhash, વાયરલ વીડિયો

    આગામી સમાચાર