Home /News /entertainment /એક્ટ્રેસ Pooja Bhatt પહેલી વખત કોરોના પોઝિટીવ થતા આપી માસ્ક પહેરવાની સલાહ

એક્ટ્રેસ Pooja Bhatt પહેલી વખત કોરોના પોઝિટીવ થતા આપી માસ્ક પહેરવાની સલાહ

પુજા ભટ્ટ થઈ કોરોના પોઝિટીવ

બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પુજાએ ટ્વિટર પર આ વિશે માહિતી આપી છે. પૂજા ભટ્ટને 3 વર્ષમાં પહેલીવાર કોરોના થયો છે. જેથી તેણે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી હતી.

Pooja Bhatt Covid-19 Positive: કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. બોલિવૂડ પણ આનાથી બાકી નથી રહ્યું. તાજેતરમાં જ અભિનેત્રી કિરણ ખેર કોવિડ-19 પોઝિટિવ બની હતી, અને હવે અભિનેત્રી પૂજા ભટ્ટ કોરોનાથી સંક્રમીત થઈ ગઈ છે. પૂજા ભટ્ટે તેના કોવિડ-19 પોઝિટિવ હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. પૂજા ભટ્ટે જણાવ્યું કે, સંપૂર્ણ રસી લગાવ્યા બાદ પણ તેને 3 વર્ષમાં પહેલીવાર કોરોના થયો છે.

પૂજા ભટ્ટ કોવિડ-19 પોઝિટિવ આવી છે

તમને જણાવી દઈએ કે, ટ્વિટર પર એક વીડિયો શેર કરતી વખતે, એક યુઝરે કેપ્શનમાં લખ્યું, 'ત્રણ વર્ષ પહેલા આ દિવસે, પીએમ મોદીની સલાહ પર લોકો વાસણો વગાડીને દેશમાંથી કોરોના વાયરસને દૂર કરી રહ્યા હતા', જેના પર ટિપ્પણી કરતા, પૂજા ભટ્ટે લખ્યું, કે, 'અને બરાબર 3 વર્ષ પછી, હું પ્રથમ વખત કોવિડ પોઝિટિવ બની છું. તમે બધા માસ્ક પહેરો! કોવિડ હજી પણ તમારી સાથે છે, અને સંપૂર્ણ રસી લીધા પછી પણ તમારા સુધી પહોંચી શકે છે. આશા છે કે, હું જલ્દી સાજી થઈ જાઉં.



ફેન્સ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે

પૂજા ભટ્ટના આ ટ્વિટ પછી તેના મિત્રો અને ફોલોઅર્સ તેની તબિયતને લઈને ચિંતિત છે. ફેન્સ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ફિલ્મમેકર ઓનિરે લખ્યું કે, 'પૂજા જલ્દી સાજી થઈ જા. સેન્ડિંગ યુ લવ અને એનર્જી,'

આ પણ વાંચો : શું છે અર્લી વોર્નિંગ સિસ્ટમ, જેની મદદથી બચી શકે છે હજારો જીવ, કેવી રીતે કરે છે કામ?

પૂજા ભટ્ટના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, પુજા છેલ્લે થ્રિલર મુવી ચુપ, રીવેન્જ ઓફ ધ આર્ટિસ્ટમાં જોવા મળી હતી. આ પહેલા પૂજા ભટ્ટ મહેશ ભટ્ટની સડક 2માં જોવા મળી હતી. જ્યારે પૂજા ભટ્ટ વેબ શો બોમ્બે બેગમ્સમાં પણ જોવા મળી હતી.
First published:

Tags: Bollywood actress, Corona Positive, Covid 19 cases, Pooja Bhatt