એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ઉત્તર પ્રદેશનાં ઉન્નાવ જિલ્લામાં થયેલાં ગેંગરેપકેસમાં નવો વળાંક આવ્યો છે. હાલમાં જ પીડિતાનો એક્સિડન્ટ થયો છે. આ એક્સિડન્ટ બાદ ભાજપનાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર જેનાં પર રેપનો આરોપ લાગેલો છે તેનાં પર ઘણાં સવાલ ઉભા થઇ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ મામલો ઘણો જ ચર્ચામાં છે. આ મામલા પર એક્ટ્રેસ પાયલ રોહતગીએ એક વીડિયો જાહેર કરીને નવો વિવાદ ઉભો કર્યો છે. આ વીડિયોમાં પાયલ એવું કહ્યું છે કે જે બાદ તે ટ્વિટર પર ખુબજ ટ્રોલ થઇ છે. તેણે ઘણાં તર્ક આપીને ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરનું સમર્થન કર્યું છે.
" isDesktop="true" id="894786" >
આ વીડિયોમાં પાયલ રોહતગી કહે છે કે, 'તેને રેપ કેસની આ સંપૂર્ણ કહાની કોઇ ફિલ્મની સ્ટોરી લાગે છે. આજે સોશિયલ મીડિયાનાં આ સમયમાં આમ ખુલ્લેઆમ ગુંડાગીરીકોઇ કરી શકે નહીં. કારણ કે તે પહેલેથી જ જેલમાં હતો. એવું કરીને તે પોતાનાં ગળામાં જાતે જ ફાંસીનો ફંદો નાખી રહ્યો છે. ધારાસભ્ય કંઇ મુરખ થોડો છે જે પોતાંનાં પર મુસીબત આવવા દેશે.' તેણે આ વીડિયોમાં આ વાત સ્પષ્ટ કરી છે કે, ભાજપનાં લોકો વિરુદ્ધ ઘણા ષડયંત્રો થતા લાગે છે. આ ઉપરાંત ઘણી વાતોમાં આ ષડયંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે
આ વીડિયોમાં તેણે સાક્ષી મિશ્રાનાં કેસનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે, મીડિયા તેને વધારે પડતું જ બતાવી રહી છે. પાયલનું કહેવું છે કે, મીડિયા દ્વારા એટલે વધુ કવર કરવામાં આવ્યું કારણ કે આ કેસ ભાજપનાં ધારાસભ્યની દીકરી સાથે જોડાયેલો છે. ભાજપનાં ધારાસભ્ય પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. કે તે જાતિવાદને કારણે તેની દીકરીનાં લગ્ન તેનાં પ્રેમી સાથે નથી કરવા ઇચ્છતાં. આ બંને મામલાનો ઉલ્લેખ કરતાં પાયલ કહે છે કે, આ બધુ જ ભાજપનાં લોકોને ફ્રેમ કરવાનું કાવતરુ લાગે છે.
આ વીડિયોમાં પાયલે મીડિયા ચેન્લસનાં એન્કર્સને 'અંકલ્સ એન્ડ આંટીઝ ઓફ ઇન્ડિયન મીડિયા' કહીને સંબોધિત કર્યા છે. પાયલ રોહતગીનાં આ વીડિયો પર ઘણી ભદ્દી કમેન્ટ્સ આવી છે. આવું પહેલી વખત નથી કે પાયલ કોઇ વિવાદિત મુદ્દે પોતાનું નિવેદન આપતી હોય. તે આ પહેલાં પણ આવાં નિવેદનો કરીને પોતાનો મત અને ભાજપનો સપોર્ટ રજૂ કરતી નજર આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર