નૂતન અને તેમની માતા વચ્ચે 20 વર્ષ સુધી રહી હતી ખટપટ, નહોતા વાત કરવાનાં સંબંધ

નૂતન અને તેમની માતા વચ્ચે 20 વર્ષ સુધી રહી હતી ખટપટ, નહોતા વાત કરવાનાં સંબંધ
નૂતન તેમની માતા સાથે

નૂતનનું ફિલ્મ કરિયર આકાશને આંબી રહ્યું હતું, પરંતુ તેમના વ્યક્તિગત જીવનમાં તે ઘણી જ ઉદાસ રહેતી. તેમની માતા શોભના સાથે તેમના સંબંધ પણ બગડ્યા હતા.

  • Share this:
મશહૂર અભિનેત્રી નૂતન આજે પણ લોકોના દિલમાં રહે છે. તેમણે પોતાના 40 વર્ષના કરિયરમાં અનેક પ્રકારના પાત્ર ભજવ્યા છે. નૂતને દેવાનંદ થી લઈને ધર્મેન્દ્ર, દિલીપકુમાર, સંજીવ કુમાર અને અમિતાભ બચ્ચન સુધીના મોટા મોટા અભિનેતાઓ સાથે કામ કર્યું છે. તેમના કરિયરમાં તેમને 6 વાર ફિલ્મફેર અવોર્ડ મળ્યો છે. ભારત સરકારે અભિનેત્રી નૂતનને પદ્મશ્રી સન્માન પણ આપ્યું છે. અભિનેત્રી નૂતને તેમના જીવનમાં અનેક ઉતાર-ચઢાવનો સામનો પણ કર્યો છે.

નૂતનનું ફિલ્મ કરિયર આકાશને આંબી રહ્યું હતું, પરંતુ તેમના વ્યક્તિગત જીવનમાં તે ઘણી જ ઉદાસ રહેતી. તેમની માતા શોભના સાથે તેમના સંબંધ પણ બગડ્યા હતા. પૈસાની હેરફેરને લઈને થયેલ રકઝકમાં તે બંને વચ્ચે 20 વર્ષ સુધી વાતચીત થઈ નહોતી.



એક દિવસ નૂતનને ઈન્કમટેક્સ ઓફિસથી ટેક્સ ચૂકવવા માટેનો લેટર મળ્યો હતો, તો તેમની માતાએ તેમને ટેક્સ ભરવાનો કહ્યું હતું. નૂતન તે કંપનીમાં 30%ની ભાગીદાર હતી અને તેમની માતા શોભનાએ તેમને પૂરેપૂરો ટેક્સ ચૂકવવાનો કહ્યું હતું. ટેક્સની રકમ ઘણી વધારે હતી, નૂતને જણાવ્યું કે “મારો જેટલો ભાગ છે તેટલો ટેક્સ ભરવા માટે હું તૈયાર છું. આમ પણ મારી સંપૂર્ણ કમાણી કંપનીમાં જ જાય છે. ટેક્સની પૂરેપૂરી રકમ તમે મારી પાસે ભરાવવા માંગો છો તે વાત ખોટી કહેવાય." આ વાત પર માં-દીકરી વચ્ચે રકઝક થઈ હતી અને 20 વર્ષ સુધી વાતચીત થઈ નહોતી.

નૂતને નેવી ઓફિસર રજનીશ બહલ સાથે લગ્ન કર્યા અને ફિલ્મોમાં કામ ન કરવાનું જાહેર કર્યું હતું. પુત્ર મોહનીશ બહલના જન્મ બાદ પણ તેમને અનેક પાત્ર માટેની ઓફર મળતી હતી, જેને સ્વીકારીને નૂતન ફરીથી ફિલ્મોમાં કામ કરવા લાગી. 1959માં ફિલ્મ ‘સુજાતા’ના કારણે નૂતનના કરિયરને ઊંચાઈ ઉપર જવાની તક મળી. આ ફિલ્મમાં અછૂત કન્યાનું પાત્ર તેમણે ખૂબ જ સારી રીતે ભજવ્યું હતું, જેને આજે પણ લોકો યાદ કરે છે
Published by:News18 Gujarati
First published:May 04, 2021, 17:48 pm

ટૉપ ન્યૂઝ