મલાઇકા અરોરાએ શેર કર્યો જિમનો VIDEO, જોઇને નજર નહીં હટે

મલાઇકા અરોરાનો જિમ વીડિયો પોસ્ટ બાદ 4 લાખથી વધુ વખત જોવાઇ ચુક્યો છે.

વધતી જતી ઉંમરમાં પોતાને કેવી રીતે યુવાન રાખવી એ બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા રહસ્ય સારી રીતે જાણે છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : બોલિવૂડની અભિનેત્રી મલાઈકા અરોરા જાણે છે કે વધતી ઉમરમાં કેવી રીતે પોતાની જાતને યુવાન રાખવી. 44 વર્ષની ઉમર પાર કરી ચુકેલી મલાઇકા આજે પણ 20-25 વર્ષની હિરોઇનને ટક્કર આપે છે. તેના ફિગર અને ફિટનેસના વખાણ તમામ બોલિવૂડ સ્ટાર કરે છે. તેમની તંદુરસ્તી જાળવવા માટે મલાઇકા અરોરા જિમમા કલાકો સુધી પરસેવો પાડે છે. તેણી તેના વર્કઆઉટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરે છે. મલાઈકાએ તાજેતરમાં તેના Instagram એકાઉન્ટ પર એવો સમાન વીડિયો શેર કર્યો. મલાઈકા આ વીડિયોમાં કસરત કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવાઇ રહ્યો છે. વીડિયો પોસ્ટ થયાના બે કલાની અંદર 4 લાખથી વધુ લોકોએ જોયો છે.

  વીડિયોમાં સ્પષ્ટ છે કે મલાઈકા અરોરા જેવી કસરત કરવી સરળ નથી. આ કસરત કર્યા પહેલા કલાકો સુધી તેની પ્રેક્ટિસ કરવામાં આવી હશે. મલાઇકા પણ તાલીમ પછી આમ કરવા માટે સફળ થશે.
  View this post on Instagram

  #midweekmotivation .... look Wat u made me do ....... @samsmith @namratapurohit 😜😜😜 @reebokindia


  A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

  આવી કેટલાક કસરતોથી મલાઈકાએ તમામને આશ્રયચકિત કર્યા હતા. તે સમય દરમિયાન મલાઈકા શરીરને પૂરી રીતે સ્ટ્રેચ કરતી નજર આવી હતી.

  આ પણ વાંચો: આટલી છે દીપિકાની બ્રાન્ડ વેલ્યૂ, બની દેશની નંબર વન બ્રાન્ડ ફિમેલ  મલાઈકા અરોરા આ દિવસોમાં અર્જુન કપૂર સાથે તેમની મિત્રતાને લઇને ચર્ચામાં છે. ભૂતકાળમાં અર્જુન અને મલાઈકા વિશે કેટલાક સમાચાર સામે આવ્યાં હતા. તે મુજબ એવું કહેવામાં આવ્યું હતું કે અર્જુન અને મલાઇકા 19 એપ્રિલે લગ્ન કરશે. પરંતુ તે થયું નહીં. મીડિયા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મહેમાનોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. પરંતુ લગ્નની અફવાઓ ચર્ચા સુધી જ મર્યાદિત રહી ગઇ.
  Published by:Bhoomi Koyani
  First published: