Home /News /entertainment /એક્ટ્રેસ લીના મારિયા પોલની 16 ઓક્ટોબર સુધી વધી કસ્ટડી, મની લોન્ડ્રિંગ કેસમાં કોર્ટનો નિર્ણય

એક્ટ્રેસ લીના મારિયા પોલની 16 ઓક્ટોબર સુધી વધી કસ્ટડી, મની લોન્ડ્રિંગ કેસમાં કોર્ટનો નિર્ણય

લીના મારિયા પોલને પહેલાં 3 દિવસ માટે EDની અટકાયતમાં મોકલવામાં આવી હતી (File Photo)

લીના મારિયા પોલ (Leena Maria Paul)ની ધરપકડમાં પૂછપરછી અવધિ 16 ઓક્ટોબર સુધી વધારી દીધી છે. વિશેષ ન્યાયાધીશ પરવીન સિંહને પોલનાં પતિ અને 21 કેસનાં આોપી સુકેશ ચંદ્રશેખર (Sukesh ChandraShekhar)ની એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED)ની ધરપકડની અવધિમાં 11 દિવસનો વધારો કર્યો છે.

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 200 કરોડ રૂપિયાનાં મની લોન્ડ્રિંગ કેસમાં કોર્ટમાં એક્ટ્રેસ લીના મારિયા પોલની કસ્ટડી 16 ઓક્ટોબર સુધી વધી ગઇ છે. વિશએષ ન્યાયાધિશ પ્રવીણી સિંહએ લીનાનાં કથિત પતિ સુકેશ ચંદ્રશેખરની કસ્ટડી 11 દિવસ માટે વધારવાનો આદેશ આપ્યો છે. બંનેની મંગળવારે 12 ઓક્ટોબરનાં ગત કસ્ટડી સમાપ્ત થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં

  ED તરફથી વિશેષ લોક વકિલ અતુલ ત્રિપાઠી દ્વારા દાખલ આવેદનમાં દાવો કરવામાં આવ્યો કે, ધનશોધનમાં મદદ કરનારા અન્ય લોકોની ભૂમિકા તથા અન્ય કેસમાં એક્ટ્રેસ લીના મારિયા પોલ (Leena Maria Paul)ની ધરપકડમાં પૂછપરછી અવધિ 16 ઓક્ટોબર સુધી વધારી દીધી છે. વિશેષ ન્યાયાધીશ પરવીન સિંહને પોલનાં પતિ અને 21 કેસનાં આોપી સુકેશ ચંદ્રશેખર (Sukesh ChandraShekhar)ની પ્રવર્તન નિદેશાલય (ED)ની ધરપકડની અવધિમાં 11 દિવસનો વધારો કર્યો છે. દંપતિને પૂર્વમાં ત્રણ દિવસ માટે ઇડીની ધરપકડમાં મોકલવામાં આવ્યાં હતાં. જેનો સમય સમાપ્ત થતા બંનેને 12 ઓક્ટોબરને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં.

  આ પણ વાંચો-TMKOC: અંતિમ ક્ષણોમાં પોતાનું નામ પણ ભૂલી ગયા હતા 'નટુકાકા', દીકરાએ જણાવી તેમની આખરી ઈચ્છા

  દંપતિએ ફોર્ટિસ હેલ્થકેરનાં પૂર્વ પ્રવર્તક શઇવિંદર મોહન સિંહની પત્ની અદિતિ સિંહથી કથિત રીતે છેતરપિંડી કરી હતી. તપાસ એજન્સીએ દંપતિની અટકાયતની અવધિ 11 દિવસ વધારવા માટે આગ્રહ કર્યો હતો. ન્યાયાધિશે કહ્યું કે, 'રેકોર્ડ જોયા બાદ મે નિર્ણય કર્યો છએ કે, અપરાધથી અર્જિત ધનની કડીને સ્થાપિત કરવા અને અન્ય અભિયુક્તનાં નિવેદનથી આરોપીઓનો સામનો કરાવવા માટે આોપિઓની અટકાયતમાં પૂછપરછ કરવી આવશ્યક છે. જોકે, મને આરોપી લીના મારિયા પોલને 11 દિવસ માટે ઇડીની ધરપકડમાં મોકલવાનો કોઇ અઆધાર નથી મળ્યો.'

  ઇડી તરફથી વિશેષ લોક વકિલ અતુલ ત્રિપાઠી દ્વારા દાખલ આવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે ધન શોધનમાં મદદ કરનારા અન્ય લોકોની ભૂમિકા તથા અન્ય બાબતોનું ધ્યાન રાખવા માટે આરોપીઓની અટકાયતમાં પૂછપરછ કરવાની આવશ્યક્તા છે.

  આ પણ વાંચો-સુષ્મિતા સેન ડ્રેસ એડજસ્ટ કરવાના ચક્કરમાં પડતા-પડતા બચી, VIDEOમાં કેદ થઇ Oops મોમેન્ટ

  આ કેસ અદિતિ સિંહની ફરિયાદ પર દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા દાખલ FIRને આધારે દાખલ કરવામાં આવ્યો હતો. સિંહની ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, ગત વર્ષે જૂનમાં એક વ્યક્તિએ પોતાને કાયદા મંત્રાલયનો વરિષ્ઠ અધિકારી જણાવી તે સમયે જેલમાં બંધ તેનાં પતિને પૈસાનાં બદલે જામીન અપાવવામાં મદદ કરવાની રજૂઆત કરી હતી. શઇવિંદર સિંહને 2019માં રેલિગેયર ફિનવેસ્ટ લિમિટેડ (RAFL)માં ધનની કથિત હેરાફેરીથી સંબંધિત મની લોન્ડ્રિંગ મામલે ધરપકડ કરવામાં આવી હતી.

  પોલીસ મુજબ, નિર્વાચન આયોગ લાંચ કેસ સહિત 21 અન્ય કેસમાં આરોપી ચંદ્રશેખરે અદિતિને કોલ કર્યો હતો. જે બાદ તેની ઓગસ્ટ મહિનામાં ધરપકડ થઇ હતી. ઘટના સમયે ચંદ્રશેખર દિલ્હીની રોહિણી જેલમાં બંધ હતો. અને તે રંગદારી વસૂલવા માટે રેકેટ ચલાવી રહ્યો હતો. પોલીસે કહ્યું હતું કે, તપાસ દરમિયાન માલૂમ થયુ કે, કનૉટ પ્લેસમાં એક બેંકનાં પ્રબંધક અને તેનાં બે સહયોગી ધનનાં પ્રવાહ અને રોકડની વ્યવસ્થા માટે સંદિગ્ધ લે વેચમાં શામેલ હતાં. જે બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, રોહિણી જેલનાં એક સહાયક જેલ અધીક્ષક અને ઉપાધીક્ષકને રૈકેટમાં શામેલ હોવાનું સામે આવ્યું હતું. જેમની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Margi Pandya
  First published:

  Tags: Custody Extended, Entertainment news, Leena Maria

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन