'કોકટેલ'ની આ અભિનેત્રીએ ફિલ્મમેકર્સ પર સેક્સુઅલ હેરસમેન્ટનો મૂક્યો આરોપ

અભિનેત્રીએ ફિલ્મમેકર્સ પર સેક્સુઅલ હેરસમેન્ટનો મૂક્યો આરોપ

અભિનેત્રી કની કુશ્રુતીએ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર એક ગંભીર આરોપ મૂક્યો છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: 'કોકટેલ' અને 'શિખર' જેવી ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલી મલયાલમ અભિનેત્રી કની કુશ્રુતીએ હવે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર એક ગંભીર આરોપ મૂક્યો છે. એક એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ અનુસાર, કનીએ જણાવ્યું કે ફિલ્મ નિર્માતાઓએ તેની પાસે કામના બદલામાં સેક્સની ડિમાન્ડ કરી હતી. જેના કારણે તેને એક્ટિંગ છોડવી પડી હતી.

  કનુનો મેકર્સ પર આરોપ

  એક એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ અનુસાર, કની કુશ્રુતીએ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર આ આરોપ મૂક્તાં કહ્યું કે ફિલ્મ મેકર્સે પોતાની માગ પૂરી કરવા માટે તેની માતાનો પણ સંપર્ક કર્યો હતો. જે બાદ કનીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડીને થિયેટર જોઇન કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ થિયેટરમાં તે એટલી કમાણી નહોતી કરી શકતી કે જેનાથી તેનું ગુજરાન ચાલી શકે.

  આ પણ વાંચો: VIDEO : અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી'નું ટ્રેલર જોઇને રુવાટા ઉભા થઇ જશે!

  મીટુ કેમ્પેઇનમાં ઘણા નામ સામે આવ્યા હતા

  ઉલ્લેખનીય છે કે, કેટલાક મહિનાઓ પહેલાં મીટુ કેમ્પેઇન શરૂ થયો હતો અને બોલિવૂડ સહિત ઇન્ડસ્ટ્રીઝના જાણીતા લોકોના નામ સામે આવ્યા હતા. આ અભિયાનની શરૂઆત કરનાર અભિનેત્રી તનુશ્રી દત્તા આજે પણ લડત આપી રહી છે.
  Published by:Azhar Patangwala
  First published: