Home /News /entertainment /

વૃંદાવન: બાંકે બિહારીના દર્શન બાદ કંગના રનૌતે કહ્યું,- યુપીની ચૂંટણીમાં રાષ્ટ્રવાદી વિચારધારા માટે કરશે પ્રચાર

વૃંદાવન: બાંકે બિહારીના દર્શન બાદ કંગના રનૌતે કહ્યું,- યુપીની ચૂંટણીમાં રાષ્ટ્રવાદી વિચારધારા માટે કરશે પ્રચાર

અભિનેત્રી કંગના રનૌત વૃદાવનની મુલાકાતે

જ્યારે પત્રકારોએ કંગના રનૌતને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2022) અંગે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ કોઈ પક્ષના સભ્ય નથી પરંતુ જરૂર પડે તો રાષ્ટ્રવાદી વિચારધારાને આગળ વધારવા માટે રાષ્ટ્રવાદી પાર્ટી માટે ચૂંટણીમાં પ્રચાર કરશે.

વધુ જુઓ ...
મથુરા:  હિન્દી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી કંગના રનૌત (Popular Hindi film actress Kangana Ranaut) અચાનક વૃંદાવનના શ્રી બાંકે બિહારી મંદિર (Banke Vihari Temple) પહોંચી હતી. આ સમય દરમિયાન તેમણે રાધે-રાધે બોલીને બિહારીજીના મંદિરમાં હાજર ભક્તોની વિશાળ જનમેદનીને અભિવાદન પાઠવ્યા હતા. કંગના રનૌતે બિહારીજીના દર્શન કર્યાં અને ભગવાન કૃષ્ણની (lord krishna) ભક્તિમાં લીન દેખાયા હતા.

દરમિયાન, જ્યારે પત્રકારોએ કંગના રનૌતને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી અંગે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ કોઈ પક્ષના સભ્ય નથી પરંતુ જરૂર પડે તો રાષ્ટ્રવાદી વિચારધારાને આગળ વધારવા માટે રાષ્ટ્રવાદી પાર્ટી માટે ચૂંટણીમાં પ્રચાર કરશે.

કંગનાએ કહ્યું કે તે એક મહાન કૃષ્ણ ભક્ત છે અને તેના માટે સૌભાગ્યની વાત છે કે બિહારીજીના આજે દર્શન કરવા મળ્યા. કંગનાએ જણાવ્યું કે તેને માખણનો પ્રસાદ પણ મળ્યો છે અને તે કૃષ્ણ ભક્તિમાં સંપૂર્ણપણે ડૂબેલી છે.

આ પણ વાંચો: ભારતીય જળસીમામાં ઘુસેલી Pakistanની Boat માંથી કુલ 18 માછીમારો ઝડપાયા

એક સવાલના જવાબમાં કંગના રનૌતે કહ્યું કે, જે લોકોના દિલમાં ચોર છે તેમને જ મારી વાત ખરાબ લાગે છે. ખેડૂતોની માફી માંગવાના સવાલ પર કંગના રનૌતે કહ્યું કે તે ખેડૂતોના હિતની વાત કરે છે, તો પછી તેણે શા માટે માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું કે કેટલાક અસામાજિક તત્વો છે અને તેઓએ કાર અટકાવી હતી, પરંતુ ઘણા લોકોએ એમ પણ કહ્યું હતું કે બિનજરૂરી રીતે પરેશાન ન કરો અને તેમને જવા દો.

આ પણ વાંચો: Omicronનું High Risk : વિદેશથી આવતા પ્રવાસીઓનું સઘન Checking

કંગના રનૌતે કહ્યું કે તેમના દિલમાં ખેડૂતો પ્રત્યે સંપૂર્ણ આદર છે. કંગનાએ કહ્યું કે જે રાષ્ટ્ર ભક્ત છે, જે રાષ્ટ્રવાદી છે તેઓ હંમેશાં મારા નિવેદનોને ટેકો આપે છે. કંગના વૃંદાવન પહોંચી ત્યારે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. કંગનાને મંદિર પરિસરમાંથી બહાર લાવવા માટે સુરક્ષા દળોએ ખૂબ પ્રયત્નો કરવા પડ્યા હતા.
Published by:Riya Upadhay
First published:

Tags: Farmer Protest, Kangana ranaut, UP Elections, દેશ વિદેશ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन