Home /News /entertainment /

કંગનાનો ખુલાસો: પહલાજ નિહલાનીએ સોફ્ટ પોર્ન ફિલ્મ માટે કરાવડાવ્યું હતું બોલ્ડ ફોટોશૂટ

કંગનાનો ખુલાસો: પહલાજ નિહલાનીએ સોફ્ટ પોર્ન ફિલ્મ માટે કરાવડાવ્યું હતું બોલ્ડ ફોટોશૂટ

કંગનાનાં આ ખુલાસા બાદ પહલાજ નિહલાનીએ આ મામલે એક મેગેઝિનને પોતાની પ્રતિક્રિયા આપી છે

કંગનાનાં આ ખુલાસા બાદ પહલાજ નિહલાનીએ આ મામલે એક મેગેઝિનને પોતાની પ્રતિક્રિયા આપી છે

    બોલિવૂડ ડેસ્ક: કંગના રનોટે નિર્માતા અને સેન્સર બોર્ડનાં પૂર્વ ચેરમેન પહલાજ નિહલાની નિહલાનીને લઇને એક ઇન્ટરવ્યૂમાં ઘણાં ખુલાસા કર્યા છે. એક અખબારને આપેલાં ઇન્ટરવ્યૂમાં તેણે તેનાં સ્ટ્રગલિંગ ડેઝને યાદ કરતાં કહ્યું કે, 'પહલાજ નિહલાનીએ મને આઇ લવ યુ બોસ ફિલ્મ ઓફર કરી હતી. આ માટે તેને એક ફોટોશૂટ કરાવ્યું હતું  જેમાં સેટિનનું રોબ ઓઢવાનું હતું અને તેની અંદર અંડરગારમેન્ટ્સ પહેરવાની મનાઇ હતી. આ એક એવી યુવતીનો રોલ હતો જેને તેનાં આધેડ બોસને રિઝવવાનો હતો. આ એક સોફ્ટ પોર્ન જેવી ફિલ્મ અને કેરેક્ટર હતું. મે જેમ તેમ આ ફોટોશૂટ પૂર્ણ તો કર્ય પણ મને લાગ્યુ કે આ યોગ્ય નથી. એટલે હું આમ નથી કરી શકતી. મને લાગે છે કે આજ કારણોને કારણે માતા-પિતા પોતાનાં બાળકોને ઇન્ડ્સટ્રીમાં આવતા રોકે છે. ફોટોશૂટ પૂર્ણ કર્યા બાદ હું કેટલાંક દિવસ ગાયબ થઇ ગઇ. અને મે ફોન પણ બદલી દીધો હતો.'

    કંગનાનાં ખુલાસાથી ખફા નિહલાની- કંગનાનાં આ ખુલાસા બાદ પહલાજ નિહલાનીએ આ મામલે એક મેગેઝિનને પોતાની પ્રતિક્રિયા આપી છે. નિહલાનીએ કંગનાને ધમકી આપતા કહ્યું કે, તે મારી સાથે ન રમે તો જ સારુ છે મારી પાસે પણ કહેવા માટે ઘણી વાતો છે. પહલાજ નિહલાનીએ વધુમાં સફાઇ આપતા કહ્યું કે, મે તે ફોટોશૂટ પર દોઢ કરોડ રૂપિયા ખ્ચી કાઢ્યા હતા અને ત્રણ ગીતો શૂટ કરાવ્યા હતાં.

    આ પણ વાંચો
    -દીપિકા-પ્રિયંકા નહીં, 'પદ્માવત' માટે ભણસાલીની પહેલી પસંદ હતી કંગના
    -6 કલાકનાં મેકઅપ બાદ વિવેક ઓબેરોય બનતો હતો PM મોદી, જુઓ VIDEO

    આ ફોટોશૂટને કારણે જ કંગનાને મહેશ ભટ્ટની ગેન્ગસ્ટર મળી હતી. કંગનાએ ત્યારે મને રિક્વેસ્ટ કરી હતી કે તે ગેંગસ્ટર કરવા ઇચ્છે છે. તેથી તે તેની ફિલ્મમાં કામ નહીં કરે. તે સમયે મારી સાથે ત્રણ ફિલ્મોની ડિલ કરી ચુકી હતી. તે ઉપરાંત કંગના જે ફિલ્મની વાત કરે છે તે તો એક યુથ ફિલ્મ હતી જેની કહાની થોડી થોડી ચીની કમ જેવી હતી. ફિલ્મ માટે અમે અમિતાભ બચ્ચનનો પણ અપ્રોચ કર્યો હતો પણ તે પહેલાં જ આવું કરેક્ટર પ્લે કરી રહ્યાં હતાં. તેથી તેમને ફિલ્મ માટે ના પાડી હતી. તે પોર્ન ફિલ્મ ન હતી. અને હું આ પ્રકારની ફિલ્મમાં કોઇ રસ દાખવતો નથી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Kangana ranaut

    આગામી સમાચાર