Home /News /entertainment /અભિનેત્રી હંસિકાની બિકીની તસવીરો લીક, સોશિયલ મીડિયામાં વાયરલ

અભિનેત્રી હંસિકાની બિકીની તસવીરો લીક, સોશિયલ મીડિયામાં વાયરલ

ફાઇલ તસવીર

અભિનેત્રી હંસિકા મોટવાણી સાઇબર ક્રાઇમનો શિકાર બની છે, તેની અંગત તસવીરો ઇન્ટરનેટ પર લીક થઇ છે

ન્યૂઝ18 ગુજરાતી: અભિનેત્રી હંસિકા મોટવાણી સાઇબર ક્રાઇમનો શિકાર બની છે. તેની અંગત તસવીરો ઇન્ટરનેટ પર લીક થઇ છે. જ્યારે લીક થયેલી મોટાભાગની તસવીરોમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે. આ તસવીરો ન્યૂયોર્કમાં હોલિડે સમયેની હોવાનું મનાઇ રહ્યું છે. જોકે, આ તસવીરો કેવી રીતે લીક થઇ તે અંગે કોઇ જાણકારી મળી નથી.

હંસિકાએ તસવીરો લીક થઇ હોવા અંગે કોઇ નિદેવન આપ્યું નથી અને હેકર્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી નથી. આમાંથી કેટલીક તસવીરો ટ્વિટર પરથી દૂર કરાઇ છે, પરંતુ કેટલીક તસવીરો હજુ પણ ઇન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. જોકે, આ તસવીરો તેના પર્સનલ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી નથી. હંસિકાનું એકાઉન્ટ હેક કરાયું નથી તો આ તસવીરો ઇન્ટરનેટ પર કેવી રીતે વાયરલ થઇ તે પણ પ્રશ્ન છે.

આ પણ વાંચો: પૂરી થઇ સારાની ઇચ્છા, ક્રશ કાર્તિક સાથે રોમાન્સનો મળશે ચાન્સ

જોકે, આ પહેલીવાર નથી બન્યું કે કોઇ અભિનેત્રી સાયબર ક્રાઇમનો ભોગ બની હોય. આ પહેલા એમી જેક્સન અને અક્ષરા હસનના મોબાઇલ ફોન હેક થયા હતા અને તેમની પ્રાઇવેટ તસવીરો ઇન્ટરનેટ પર લીક કરાઇ હતી. અક્ષરાએ હેકર્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી હતી.
First published:

Tags: Leaked, અભિનેત્રી