અભિનેત્રી દિશા પટનીના આ પોઝની થઈ રહી છે વાહવાહી!

News18 Gujarati
Updated: May 19, 2020, 4:12 PM IST
અભિનેત્રી દિશા પટનીના આ પોઝની થઈ રહી છે વાહવાહી!
દિશા પટની.

દિશા પટનીએ રવિવારે ઇન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરીને તેના પ્રશંસકોને ખુશ કરી દીધા.

  • Share this:
મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી દિશા પટની (Bollywood Actress Disha Patani) ખૂબ જ ઉત્સુક સોશિયલ મીડિયા (Social Media) યૂઝર છે. દિશા પટની અવારનવાર તેના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીર અપલોડ કરતી રહે છે. આવું કરીને દિશા તેના પ્રશંસકોને સતત અપડેટ રાખે છે. આ જ કડીમાં દિશા પટનીએ રવિવારે પણ તેની બે તસવીર શેર કરી છે. આ તસવીરોમાં દીશા ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જે પણ લોકોએ આ તસવીર નિહાળી હતી તેઓ દિશાના "ટોન્ડ લેગ્સ"ના વખાણ કરવાનું ચૂક્યા ન હતા.

રવિવારે અપલોડ કરવામાં આવેલી તસવીરમાં દિશા પટની યલો સ્લીવલેસ ક્રોપ ટોપ અને વ્હાઇટ શોર્ટમાં નજરે પડી હતી. 'મલંગ' અભિનેત્રી આ તસવીરોમાં ખૂબ જ મોહક લાગી રહી હતી. એક તસવીરમાં પોઝ આપતી વખતે દિશા પટનીના ચહેરા પર હાસ્યના ફૂવારા રેલાઇ રહ્યા છે. પોતાની મોહક તસવીરને ચાર ચાંદ લગાવવા માટે દિશાએ પોતાની કમર પર શર્ટ બાંધી રાખ્યો છે.
 View this post on Instagram
 

🐝


A post shared by disha patani (paatni) (@dishapatani) on
થોડા દિવસ પહેલા દિશા પટનીએ બ્લેક કલરના Dragon Ball-Z ટી શર્ટમાં પોઝ આપ્યો હતો. આ તસવીર પર ફિલ્મ જગતના અનેક લોકોએ કોમેન્ટ કરી હતી. દિશાના કહેવાતા બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફની બહેન ક્રૃષ્ણા શ્રોફે પણ આ તસવીર પર કોમેન્ટ કરી હતી. જેના પર દિશાએ જવાબ આપ્યો હતો કે, "જુઓ કોણ આ કહી રહ્યું છે. તમે ખરેખર સુંદર છો." 
View this post on Instagram
 

🌸


A post shared by disha patani (paatni) (@dishapatani) on
દિશા પટની સલમાન ખાન સાથે 'રાધે' ફિલ્મમાં નજરે પડશે. આ ફિલ્મની દિગ્દર્શન પ્રભુ દેવાએ કર્યું છે. દિશા અને સલમાન ખાતે છેલ્લે 'ભારત' ફિલ્મમાં એક સાથે દેખાયા હતા. આ ઉપરાંત અભિનેત્રી એકતા કપૂરની આગામી ફિલ્મ KTinaમાં પણ નજરે પડશે. આ ઉપરાંત મોહિત સૂરીની દિગ્દર્શિત 'એક વિલન 2'માં પણ દિશા નજરે પડશે. આ ફિલ્મ 2014માં આવેલી 'એક વિલન' ફિલ્મની સિક્વલ છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતિશ દેશમુખ કામ કરી રહ્યા છે.
First published: May 19, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading