એક 'પ્રેગનેન્ટ નન'ને કારણે વિવાદમાં આવી હતી આ અભિનેત્રી

News18 Gujarati
Updated: February 3, 2018, 11:11 AM IST
એક 'પ્રેગનેન્ટ નન'ને કારણે વિવાદમાં આવી હતી આ અભિનેત્રી
શબાના આઝમી, સ્મિતા પાટિલ અને દીપ્તિ નવલ, 80ના દશકાની પેરેલલ સિનેમાની ધડકન હતી.

શબાના આઝમી, સ્મિતા પાટિલ અને દીપ્તિ નવલ, 80ના દશકાની પેરેલલ સિનેમાની ધડકન હતી.

  • Share this:
દીપ્તિ નવલને કોઈ કેમ ભૂલી શકે. 70 અને 80ના દશકામાં કન્ટેમ્પરરી ફિલ્મોનો એક યુગ શરૂ થયો હતો. શ્યામ બેનેગલ, સાઇ પરાંજપે જેવા દિગ્દર્શકો મસાલા ફિલ્મના સમયમાં પણ હૃદયને સ્પર્શી જાય તેવી ફિલ્મો બનાવી લેતા હતા. આવી જ ફિલ્મોની હિરોઈની હતી સાવ સામાન્ય દેખાતી અભિનેત્રી દીપ્તિ નવલ.

શબાના આઝમી, સ્મિતા પાટિલ અને દીપ્તિ નવલ, 80ના દશકાની પેરેલલ સિનેમાની ધડકન હતી. દીપ્તિએ વર્ષ 1978માં શ્યામ બેનેગલની ફિલ્મ 'જુનૂન'માં એક નાનો રોલ કરીને ફિલ્મમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના બે વર્ષ બાદ તે પ્રથમ વખત મુખ્ય અભિનેત્રીના રોલમાં વિનોદ પાંડેની 'એક બાર ફિર'માં નજરે પડી.

1981માં આવેલી ચશ્મ-એ-દબૂરમાં તેની અને ફારુખ શેખની જોડીએ કમાલ કરી હતી. આ બંનેએ અસંખ્ય ફિલ્મમાં સાથે કામ કર્યું છે. ફારુખ અને દીપ્તિ નવલની જોડી મિડલ ક્લાસને પોતાની સાથે જોડતી હોવાને કારણે સુપર હિટ રહી હતી.

ફારુખ અને દીપ્તિની જોડીએ સિમેનામના પડદા પર કમાલ કરી હતી


અનેક ફિલ્મોમાં કો-સ્ટાર રહેલા ફારુખ શેખ દીપ્તિ નવલના સારા મિત્ર હતા. દીપ્તિ ફારુખ શેખને દુનિયાના સૌથી મોટા ફ્લર્ટ માનતી હતી. પરંતુ તે એવું પણ કહેતી હતી કે ફારુખે તેની સાથે ક્યારેય ફ્લર્ટ નથી કર્યું. બંનેની દોસ્તીએ ઓન સ્ક્રિન જ નહીં ઓફ સ્ક્રિનમાં પણ કમાલ કરી હતી.

બહુ ઓછા લોકોને ખબર હશે કે દીપ્તિ અભિનેત્રીને સાથે સાથે એક સારી પેઇન્ટર પણ હતી. થોડા દિવસ પહેલા તેની એક પેઇન્ટિંગ 'પ્રેગનન્ટ નન'ને કારણે વિવાદ થયો હતો. એક ચોક્કસ ધર્મના લોકોએ દીપ્તિને આ તસવીર માટે માફી માંગવાનું કહ્યું હતું. જોકે, દીપ્તિનું કહેવું હતું કે આ તસવીરનો અર્થ વિરોધાભાસ સાથે હતો, તેને પોતાની આર્ટને રજૂ કરવાનો સંપૂર્ણ હક છે.
ફારુખ શેખ


દીપ્તિ નવલ એક મોટા વિવાદમાં ફસાઈ ચુકી છે. વર્ષ 2013માં ફિલ્મ ચશ્મ-એ-બદૂરની રિમેકની તૈયારી ચાલી રહી હતી. આ વખતે દીપ્તિ પોતાના ઘરમાં ફારુખ શેખ સાથે હાજર હતી. આને કારણે તેના પાડોશીઓએ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. દીપ્તિ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે શૂટિંગના આડમાં વૈશ્યાવૃત્તિનું કામ કરી રહી છે. આ વાતથી દીપ્તિ ખૂબ નારાજ થઈ હતી.

પ્રકાશ ઝા સાથે દીપ્તિ નવલ


દીપ્તિ નવલ અને દિગ્દર્શક પ્રકાશ ઝાએ વર્ષ 1985માં લગ્ન કર્યા હતા. બંનેએ એક દીકરી પણ દત્તક લીધી હતી. તેમની પુત્રી દિશા ઝા હવે આસિસ્ટન્ટ દિગ્દર્શક બની ચુકી છે. 1989માં દીપ્તિ અને પ્રકાશ અલગ થઈ ગયા હતા. બાદમાં બંનેમાંથી કોઈએ લગ્ન કર્યા નથી.
First published: February 3, 2018, 11:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading