તનુશ્રી-નાના વિવાદમાં ડેઝી શાહે નોંધાવ્યું નિવેદન, પોલીસ સ્ટેશનમાં વિતાવ્યા અઢી કલાક

તનુશ્રી દત્તા અને ડૈઝી શાહ

ડૈઝીએ તેનાં નિવેદનમાં કહ્યું છે કે, આ મામલાને હાલમાં 10 વર્ષ પૂર્ણ થઇ ગયા છે અને તેથી તેને તે સમયનું ચોક્કસ રીતે યાદ નથી.

 • Share this:
  મુંબઇ:  તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ મામલે ડેઝી શાહે ગુરૂવારે મુંબઇનાં ઓશિવારા પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધાવ્યુ છે. બે દિવસ પહેલાં ખબર હતી કે આ મામલે નિવેદન નોંધાવવા પોલીસે તેને સમન બજાવ્યું હતું. જે બાદ ડેઝી આજે મુંબઇનાં ઓશિવારા પોલીસ સ્ટેશન ગઇ હતી. ડૈઝી વર્ષ 2008માં ગણેશ આચાર્ય સાથે આસિસ્ટંટ કોરિયોગ્રાફર હતી. ડૈઝીએ મહિલા પોલીસ અધિકારી સામે પોતાનું નિવેદન નોંધાવ્યું છે.

  જાણકારી મુજબ ડૈઝીએ તેનાં નિવેદનમાં કહ્યું છે કે, આ મામલાને હાલમાં 10 વર્ષ પૂર્ણ થઇ ગયા છે અને તેથી તેને તે સમયનું ચોક્કસ રીતે યાદ નથી.

  આપને જણાવી દઇએ કે, વર્ષ 2010માં 'હોર્ન ઓકે પ્લિઝ' ફિ્મનાં શૂટિંગ સમયે તનુશ્રી દત્તાએ આરોપ લગાવ્યો છે કે, નાના પાટેકરે તેની સાથે ખોટી હરકત કરી હતી. આ મામલે તનુશ્રીએ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં 10 ઓક્ટોબર 2018નાં નાના સહિત ત્રણ અન્ય પ્રોડ્યુસર, ડિરેક્ટર અને કોરિયોગ્રાફર વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી. તનુશ્રી દત્તાએ આશરે 5 કલાક સુધી નિવેદન આપ્યા બાદ આ મામલે પોલીસ ફરિયાદ થઇ હતી.

  આ પણ વાંચો-
  -પ્રિયંકાનાં લગ્નમાં શામેલ થવા આકાશ, શ્લોકા અને આનંદ પિરામલ જોધપુર પહોચ્યા
  -બિગ બીએ દીપિકા-પ્રિયંકાનાં લગ્નમાં કેટલો ચાંદલો કર્યો? વાંચો અંદરની ખબર
  -લગ્ન પહેલાં 'KISS'ને કારણે નિકથી નારાજ થઇ પ્રિયંકા !
  Published by:Margi Pandya
  First published: