Home /News /entertainment /વેન્ટિલેટર પર જિંદગી સામે જંગ લડી રહી છે આ ફેમસ એક્ટ્રેસ, બે વાર કેન્સરને આપી ચુકી છે માત

વેન્ટિલેટર પર જિંદગી સામે જંગ લડી રહી છે આ ફેમસ એક્ટ્રેસ, બે વાર કેન્સરને આપી ચુકી છે માત

ફોટો : @aindrila.sharma

રિપોર્ટ્સ અનુસાર, એન્ડ્રિલા શર્માએ અગાઉ સર્જરી અને કેટલાય કીમોથેરાપી સેશન્સ કરાવ્યા હતા અને ડોક્ટરોએ પણ તેને કેન્સર મુક્ત જાહેર કરી હતી. સ્વસ્થ થયા બાદ તેણે શૂટિંગ પણ શરૂ કર્યું હતું. પરંતુ હવે તેના વિશે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે.

વધુ જુઓ ...
  બાંગ્લા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ એન્ડ્રિલા શર્મા હોસ્પિટલમાં જીવનની જંગ લડી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે હાલ કોમામાં છે અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, ઈન્ટ્રા સેરિબ્રલ હેમરેજને કારણે તેના શરીરનો એક હિસ્સો લકવાગ્રસ્ત થઈ ગયો છે.

  એવું કહેવામાં આવી રહ્યું છે કે એન્ડ્રિલા છેલ્લા કેટલાક વર્ષોમાં બે વખત કેન્સરને હરાવી ચુકી છે. પરંતુ હવે ફરી એકવાર તેમની તબિયત લથડી છે અને આ વખતે તેમની હાલત નાજુક છે.  આ પણ વાંચો : પ્રિયંકા કરતાં તેના અમેરિકન બોડીગાર્ડની વધુ ચર્ચા, હોલીવુડના આ સુપરહીરો સાથે થઇ રહી છે તુલના

  મગજમાં ઘણી ગાંઠ હોવાનું જોવા મળ્યું


  રિપોર્ટ્સ અનુસાર, એન્ડ્રિલાની નાડી અસ્થિર છે. ડૉક્ટરોને તેના મગજમાં ઘણી ગાંઠો મળી છે, જેના કારણે તેની હાલત નાજુક છે. બુધવાર, 2 નવેમ્બરના રોજ જાહેર કરાયેલા હેલ્થ બુલેટિન મુજબ, એન્ડ્રિલાની સ્થિતિમાં સુધારાના કેટલાક સંકેતો દેખાઈ રહ્યા હતા. પરંતુ ત્યારપછી તેમની તબિયત બગડતાં તેમને વેન્ટિલેટર પર રાખવી પડી હતી. રિપોર્ટમાં હોસ્પિટલના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે એન્ડ્રીલા કથિત રીતે કોમામાં છે.


  તેના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે ફેન્સ અને મિત્રો


  એન્ડ્રિલાને વેન્ટિલેટર પર શિફ્ટ કરવાના સમાચાર મીડિયામાં વાયરલ થતાં જ તેના ફેન્સ અને પ્રિયજનોએ તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા. સોશિયલ મીડિયા એકે દ્વારા એન્ડ્રિલાની સુખાકારી માટે પ્રાર્થના કરતા એક્ટ્રેસ શ્રીલેખા મિત્રા અને અલીવિયા સરકારે તેને ફાઇટર ગણાવી હતી. જ્યારે એક્ટર ગૌરવ રોય ચૌધરીએ તેના માટે પ્રાર્થના કરી, ત્યારે તેણે કહ્યું, "આ ખૂબ જ આઘાતજનક અને દુઃખદ સમાચાર છે. અમે બધા તેના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. તે દિલથી ખૂબ બહાદુર છે અને મને ખાતરી છે કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જશે."

  આ પણ વાંચો : Viral Video:અબ્દુ રોઝિક એક સમયે રસ્તા પર ગાઇને ચલાવતો ઘર, હવે જીવે છે આવી લક્ઝુરિયસ લાઇફ

  હંમેશા એક્ટ્રેસ બનવા માંગતી હતી એન્ડ્રિલા


  એન્ડ્રિલા શર્મા હંમેશાથી જ એક્ટ્રેસ બનવા માંગતી હતી. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પીઢ અભિનેત્રી સુચિત્રા સેન તેની ફેવરિટ છે અને તે તેમની પાસેથી પ્રેરણા લઈને એક દિવસ તે તેમના જેવી બનવા માંગે છે. એન્ડ્રિલાએ ટીવી શો 'ઝુમુર' થી અભિનયની શરૂઆત કરી હતી, જેમાં તેના કો-સ્ટાર સબ્યસાચી ચૌધરી હતા. એવું કહેવાય છે કે તે સબ્યસાચીને ડેટ કરી રહી છે.


  છેલ્લે બંગાળી ફિલ્મમાં જોવા મળી હતી એન્ડ્રિલા


  એન્ડ્રિલા હાલમાં જ બંગાળી ફિલ્મ 'ભોલે બાબા પાર કરેગા'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે અનિર્બાન ચક્રવર્તીની દીકરીનો રોલ કર્યો હતો. તેમણે OTTT પ્લેટફોર્મ પર અનેક પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે, જેમાં 'જીવન જ્યોતિ' અને 'એંડ જિયોં કાથી'નો સમાવેશ થાય છે.
  Published by:Bansari Gohel
  First published:

  विज्ञापन
  विज्ञापन