Home /News /entertainment /Nusrat Jahan બની માતા, કોલકત્તાની હોસ્પિટલમાં આપ્યો દીકરાને જન્મ
Nusrat Jahan બની માતા, કોલકત્તાની હોસ્પિટલમાં આપ્યો દીકરાને જન્મ
નુસરત જહાં બની માતા, દીકરાને આપ્યો જન્મ
બંગાળી એક્ટ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (All India Trinamool Congress)ની સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) માતા બની ગઇ છે. થોડા જ સમય પહેલાં તેણે દીકરાને જન્મ આપ્યો છે
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:બંગાળી એક્ટ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (All India Trinamool Congress)ની સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) માતા બની ગઇ છે. થોડા જ સમય પહેલાં તેણે દીકરાને જન્મ આપ્યો છે. થોડા સમય પહેલાં જ તે તેની પર્સનલ લાઇફમાં આવેલાં વાવાઝોડાને કારણે ચર્ચામાં હતી. તેને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં આજે સવારે તેણે દીકરાને જન્મ આપ્યો છે. નુસરતે આજે જ હોસ્પિટલમાંથી તેની તસવીર શેર કરી હતી અને પોતાને સકારાત્મક રહેવાની વાત કરી હતી.
તસવીર શેર કરી તેણે કેપ્શનમાં લખ્યું હતું, 'ડરની ઉપર વિશ્વાસ છે. ' #positivity #morningvibes આ સાથે જ તેણે એક હાર્ટનું ઇમોજી પોસ્ટ કર્યુ હતું. કોલકાત્તાથી સામે આવેલી માહિતી અનુસાર ટીએમસી સાંસદ નુસરત જહાંએ દીકરાને જન્મ આપ્યો છે. હોસ્પિટલ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર મા અને દીકરા બંનેની તબિયત સારી છે બાળકનું વજન 2.9 કિલો છે. અને હજુ તે ડોક્ટરી તપાસ હેઠળ છે. પ્રક્રિયા સરળ હતી અને જલ્દી જ તેમને હોસ્પિટલનાં રૂમમાં શિફ્ટ કરવામાં આવશે.
નુસરત જહાંએ જૂન 2019માં બિઝનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતાં. આ ડેસ્ટિનેશન વેડિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. પણ એક વર્ષની અંદર જ પરિસ્થિતિ બગડી અને બંનેનાં ડિવોર્સની વાતો સામે આવી. એવામાં નુસરતે એક નિવેદન આપીને લગ્નને 'ગેરકાયદેસર' જાહેર કરી દીધા હતાં. નુસરતે નિવેદન જાહેર કરતાં જણાવ્યું કે, તે અલગ રહે છે. અને ગર્ભવતી છે.
નુસરત જૈને તેનાં નિવેદનમાં કહ્યું હતું કે, તે અને નુસરત નવેમ્બર 2020થી સાથે નથી. નુસરત, નિખિલનું ઘર છોડી કોલકાત્તા તેનાં ઘરે જતી રહી છે. અને અમે અલગ થઇ ગયા છીએ. આ બાળક અંગે મને કંઇ જ ખબર નથી. આ વચ્ચે તે યશ દાસગુપ્તાની સાથે જયપુર અને અજમેર શરિફની દરગાહ પર નજર આવી હતી. જે બાદ નુસરતનાં બેબી બમ્પની તસવીરો સામે આવી. જેનાંથી લોકોની જિજ્ઞાસા વધી ગઇ છે કે આ બાળકનો પિતા કોણ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર