ન્યૂઝ18ગુજરાતીઃ 'લાઈટ કેમેરા એક્શન'... શૂટિંગ દરમિયાન ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે જેનાથી રમૂજ ઊભું થતું હોય તો ક્યારેક ગંભીર ઘટના પણ બની જતી હોય છે. આવી જ એક ઘટના બંગાળી ફિલ્મ (Shooting of Bengali movie) 'સ્યૂડોબેશી-2'નું (Pseudo Beshi-2)શૂટિંગ શરું થયું છે. શૂટિંગનો સંદર્ભ જંગલમહાલ, ઝારગ્રામનો વાંસ ફ્લોર છે.
બંગાળનો હાસ્ય કલાકાર કંચન મલ્લીક અને અન્ય કલાકારોનું રેલવે સ્ટેશનની બાજુમાં જંગલ વિસ્તારમાં શૂટિંગ ચાલતું હતું. હિરણ મુખ્ય પાત્ર છે. જોકે તે દિવસે તે હાજર ન્હોતો. કંચન મલ્લિક અને અન્ય કલાકારો પ્લે કરી રહ્યા હતા. પરફોર્મન્સ શરુ થયાના થોડા સમયમાં ગજરાજ (હાથી) (elephant) આવી ચડ્યો હતો.
અચાનક હાથી આવી જતા કલાકારોએ જીવ બચાવીને ભાગવાની ફરજ પડી હતી. શૂટિંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. કલાકારો અને અન્ય સ્ટાફ જ્યાં જગ્યા મળી ત્યાંથી ભાગ્યા હતા. હાથી આવી ચડતા થોડા સમય માટે શૂટિંગ એરિયામાં હો હલ્લાનો માહોલ બની ગયો હતો.
ત્યારબાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત જગંલ ખાતાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક લોકો આવતા હાથી જંગલમાં જતો રહ્યો હોવાની માહિતી પણ મળી રહી છે. વધુ મળતી માહિતી પ્રમાણે આ ઘટના સોમવારે સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ બની હતી. હાથી આવ્યાની ઘટના બાધ શૂટિંગ થોડા સમય માટે શૂટિંગ બંધ કરવાની ફરજ પડી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર