સુપરસ્ટાર Suriyaએ પોતાની ફિલ્મની ટીમને 1 કરોડ રૂપિયાનું Gold વહેંચ્યું, જાણો કારણ

તમિલ એક્ટર સૂર્યા કુમારે ફિલ્મની ટીમને એક કરોડનું સોનું ગિફ્ટ કર્યું

સુર્યા (Suriya) (Suriya Sivakumar) આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'ઇથરક્કમ થુનિંધવન' માટે ચર્ચામાં છે. હાલમાં જ તેણે ડિરેક્ટર પંડીરાજ સાથે આ ફિલ્મનું શૂટિંગ પણ પૂરું કર્યું

 • Share this:
  તમિલ સિનેમા (Tamil Cinema)ના જાણીતા એક્ટર સુર્યા (Suriya) (Suriya Sivakumar) આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'ઇથરક્કમ થુનિંધવન' માટે ચર્ચામાં છે. હાલમાં જ તેણે ડિરેક્ટર પંડીરાજ સાથે આ ફિલ્મનું શૂટિંગ પણ પૂરું કર્યું છે. ફિલ્મના દિગ્દર્શક પંડીરાજે પોતે પોતાના ટ્વિટર પેજ પર આ માહિતી આપી છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ પંડીરાજે ટ્વિટર પર એક પોસ્ટ મૂકી છે. તેણે લખ્યું, 'હું મારા પ્રોડક્શન હાઉસ, સન પિક્ચર્સ, અમારા હીરો સુર્યા સર અને કેમેરામેન રત્નવેલુનો મને અને મારી ટીમને સપોર્ટ કરવા માટે હૃદયપૂર્વક આભાર માનું છું. હું તમને તેના વિશે ટૂંક સમયમાં વધુ અપડેટ કરીશ.' ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા પછી, સુપરસ્ટાર સુર્યા તેના એક મહાન કામને લઈને ચર્ચામાં છે.

  સુર્યાએ પોતાની ફિલ્મની ટીમને સોનાના સિક્કા આપ્યા

  વાસ્તવમાં, સુપરસ્ટારે 'ઇથરક્કમ થુનિંધવન'ની ટીમને 1 કરોડ રૂપિયાનું સોનું ગિફ્ટ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુર્યાએ યાદગાર અનુભવ બનાવવા માટે 'અથરાક્કુમ થુનિંદાવન'ના તમામ કલાકારો અને ટેકનિશિયનને 1 કરોડ રૂપિયાના સોનાના સિક્કા ભેટમાં આપ્યા છે. તેની આ ભેટથી ફિલ્મની ટીમના લોકો ખૂબ જ ખુશ છે.  સૂર્યા મહિલાઓ માટે લડશે

  જો ફિલ્મમાં સૂર્યાના પાત્રની વાત કરીએ તો તે આ વાર્તામાં એક મજબૂત સામાજિક લડવૈયા તરીકે કામ કરશે. એથરક્કમ થુનિંધવનમાં સૂર્યા મહિલાઓની સુરક્ષા માટે સખત લડત આપતો જોવા મળશે. તેની સાથે તમિલ-તેલુગુ સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા મોહન હશે.

  આ પણ વાંચો - Bollywood Interesting Story: જુઓ તમારા ફેવરિટ બોલીવુડ સેલિબ્રિટીના બાળપણની તસવીરો, મજા પડી જશે

  સામાજિક મુદ્દાઓ પર આધારિત ફિલ્મમાં સુર્યા અને પ્રિયંકા મોહન ઉપરાંત સત્યરાજ, સરન્યા પોન્નવનમ, સૂરી અને સરન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું સંગીત ડી ઈમાન દ્વારા આપવામાં આવ્યું છે અને તેનું નિર્માણ સન પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતાઓએ હજુ સુધી 'ઇથરક્કમ થુનિંધવન'ની રિલીઝ ડેટ સત્તાવાર રીતે જાહેર કરી નથી. પરંતુ હવે આ વાર્તા માટે ચાહકોને વધુ રાહ જોવી પડશે નહીં. જો આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ જલ્દી પૂરું થાય છે, તો તે 23 ડિસેમ્બર 2021ના રોજ રિલીઝ થઈ શકે છે.
  Published by:kiran mehta
  First published: