ICUમાં દાખલ છે ટીવી એક્ટર SOORAJ THAPAR, રોજ મુંબઇથી ગોવા જતા હતાં શૂટિંગ માટે

ICUમાં દાખલ છે ટીવી એક્ટર SOORAJ THAPAR, રોજ મુંબઇથી ગોવા જતા હતાં શૂટિંગ માટે
એક્ટર સુરજ થાપર, હોસ્પિટલમાં દાખલ

સૂરજને મુંબઇ આવતા જ ભારે તાવ હતો અને તેનું ઓક્સીજન લેવલ પણ ઘટી રહ્યું હતું તેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં તેઓ ICUમાં છે. તેમનો ભાઇ લીલાવતીમાં દાખલ થવા નહોતો ઇચ્છતો તેથી તેમને મલાડની જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જ્યાં એક તરફ આખો દેશ કોરોના મહામારીની બીજી લહેર સામે જંગ લડી રહ્યો છે ત્યાં એવાં મુશ્કેલ હાલાત બન્યા છે જેમાં ટીવી એક્ટર સૂરજ થાપર (Sooraj Thapar)ની ખરાબ હાલતને કારણે તે ICUમાં દાખલ કરવામાં આવ્યાં છે. સૂરજ કોરોના સંક્રમિત છે કે નહીં તેનો રિપોર્ટ હજુ બાકી છે. પણ હાલમાં જાણકારી મુજબ, સૂરજ જેમ એક શોનું શૂટિંગ ગોવાથી પૂર્ણ કરી પરત આવ્યા છે તેમની તબિયત ઘણી કરાબ થઇ છે. તેમને તાતકાલિક ICUમાં દાખલ કરવામાં આવ્યાં છે.

    કોરોનાને કારણે મુંબઇમાં હાલમાં શૂટિંગ બંધ છે. એવામાં દરરોજ સૂરજ મુંબઇથી ગોવા શૂટિંગ માટે જતા હતા. ગોવામાં તેઓ ટીવી શો 'શૌર્ય ઔર અનોખી'નું શૂટિંગ કરી રહ્યો હતો. ગત ત્રણ દિવસોથી સૂરજને સામાન્ય તાવ હતો છતા પણ તેઓ કામ કરી રહ્યાં હતાં.



    આપને જણાવી દઇએ કે, સૂરજ થાપરની બહેન વનીતા થાપરે એક્ટરનાં ખરાબ સ્વાસ્થ્ય અંગે માહિતી આપી છે. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું કે, તેમનાં ભાઇ સૂરજનો કોરોના રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી પણ સૂરજને મુંબઇ આવતા જ ભારે તાવ હતો અને તેનું ઓક્સીજન લેવલ પણ ઘટી રહ્યું હતું તેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં તેઓ ICUમાં છે. તેમનો ભાઇ લીલાવતીમાં દાખલ થવા નહોતો ઇચ્છતો તેથી તેમને મલાડની જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.



    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આપને જણાવી દઇએ કે સૂરજ ઘણાં બઘા ટીવી શોમાં મહત્વનાં રોલમાં જોવા મળે છે. જેમ કે, સસુરાલ ગેંદા ફૂલ, એક નઇ પહેચાન અને છલ શહ ઔર માત.
    Published by:Margi Pandya
    First published:May 09, 2021, 17:35 pm

    ટૉપ ન્યૂઝ