અભિનેતા શાહરૂખ ખાન આર્યન ખાનને મળવા મુંબઈની આર્થર રોડ જેલ પહોંચ્યો હતો, જુઓ Video

શાહરૂખ ખાન પુત્ર આર્યન ખાનને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યો હતો

કાનૂની સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મામલો જજ એનડબલ્યુ સામ્બ્રે સમક્ષ ગુરુવારે તાત્કાલિક સુનાવણી માટે લિસ્ટ થવાની સંભાવના છે.

 • Share this:
  મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના દરિયાકિનારે ક્રુઝ શિપ પર ડ્રગ્સ મળવાના મામલામાં જેલમાં બંધ પુત્ર આર્યન ખાનને (Aryan Khan) મળવા માટે અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan) જેલ પહોંચ્યો હતો. તે ગુરુવારે સવારે 9.30ની આસપાસ મુંબઈની આર્થર રોડ જેલ પહોંચ્યો. થોડા સમય પછી તે તેના પુત્રને મળીને પાછો ફર્યો. એનસીબીએ 3 ઓક્ટોબરના રોજ આર્યન ખાન, મર્ચેંટ અને ધામેચાને માદક પદાર્થ રાખવા, તેના સંબંધિત ષડયંત્ર, તેનું સેવન, ખરીદી અને તસ્કરી કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. હાલ ત્રણેય ન્યાયિક કસ્ટડીમાં છે. આર્યન અને મર્ચેંટ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે અને ધામેચા અહીં બાયકુલા મહિલા જેલમાં બંધ છે. આરોપી આર્યન ખાન અને અન્યો વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8 (c), 20 (b), 27, 28, 29 અને 35 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  જેલમાં બંધ પુત્ર આર્યન ખાનને (Aryan Khan) મળવા માટે અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan) જેલ પહોંચ્યો


  આ પહેલા બુધવારે મહાનગરની વિશેષ અદાલતે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ તે નિયમિતપણે ડ્રગ સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જણાય છે.  આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે

  કોર્ટે કહ્યું કે, વોટ્સએપ ચેટ પણ પ્રથમ દ્રષ્ટિએ બતાવે છે કે તે ડ્રગ સ્મગલર્સના સંપર્કમાં હતો. સ્પેશિયલ જજ જસ્ટિસ વી વી પાટીલે આર્યન સાથે તેના બે મિત્રો - મર્ચેંટ અને ફેશન મોડલ મુનમુન ધામેચાની પણ જામીન અરજીઓ પણ ફગાવી દીધી હતી.  આ પણ વાંચો - Bollywood Interesting Story: આ અભિનેતાઓએ જો સરકારી નોકરી ન છોડી હોત, તો કેવો હોત સિનેમાનો ઇતિહાસ?

  થોડા જ સમયમાં આર્યન ખાન અને ધામેચાના વકીલોએ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. કાનૂની સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મામલો જજ એનડબલ્યુ સામ્બ્રે સમક્ષ ગુરુવારે તાત્કાલિક સુનાવણી માટે લિસ્ટ થવાની સંભાવના છે.
  Published by:kiran mehta
  First published: