આ બોલિવૂડ સ્ટારની મમ્મીને થયો કોરોના, હૉસ્પિટલમાં મળતી ન હતી જગ્યા, સંજય દત્તે કરી મદદ!

News18 Gujarati
Updated: May 17, 2020, 12:40 PM IST
આ બોલિવૂડ સ્ટારની મમ્મીને થયો કોરોના, હૉસ્પિટલમાં મળતી ન હતી જગ્યા, સંજય દત્તે કરી મદદ!
તેમણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ખુલાસો કરતા કહ્યું છે કે, તેમની માતા મુંબઇનાં એક હૉસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહ્યાં છે.

તેમણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ખુલાસો કરતા કહ્યું છે કે, તેમની માતા મુંબઇનાં એક હૉસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહ્યાં છે.

  • Share this:
મુંબઇ : હાલ આખો દેશ કોરોના વાયરસનાં કહેરમાં સપડાયો છે. લૉકડાઉનના છે તો પણ કોરોના સંક્રમણ ઓછું થવાનું નામ નથી લઇ રહ્યું. રોજેરોજ કેટલાય નવા મામલા સામે આવે છે. બોવિવૂડ એક્ટર સત્યજીત દૂબેની (Satyajeet Dubey) 54 વર્ષની માતાનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ખુલાસો કરતા કહ્યું છે કે, તેમની માતા મુંબઇનાં એક હૉસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહ્યાં છે. તેમને આ કોરોનાના કહેરમાં બેડ મળવામાં પણ મુશ્કેલીની વાતો સામે આવી રહી છે.

સત્યજીતે એક પોસ્ટમાં કહ્યું હતું કે, તેમની 54 વર્ષની માતાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની માતાને માઇગ્રેનની સમસ્યા છે અને આશરે એક સપ્તાહ પહેલા ઘણો જ તાવ આવ્યો હતો.
 View this post on Instagram
 

We shall over come, sooner than later. Love and light.


A post shared by सत्यजीत/Satyajeet Dubey (@satyajeetdubey) on
 
View this post on Instagram
 

Bas kuch dino ki baat hai. Hang in there. Never let a bully win. Even if it’s a fucking virus.


A post shared by सत्यजीत/Satyajeet Dubey (@satyajeetdubey) on


આ ઉપરાંત તેમને ઠંડી લાગીને ઉલ્ટી થઇ હતી આ સાથે શરીરમાં દુખાવો પણ થયો હતો. જ્યારે ટેસ્ટ કરાયો તો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તેમની માતાને દાખલ કરવા માટે કોઇ રૂમ મળી રહ્યો ન હતો. પછી તેમણે પોતે અભિનેતા છે તેમ કહેવું પડ્યું હતું.

આ પણ વાંચો - 'આત્મનિર્ભર ભારત'ના માનમાં 200 ગાયકોએ ભેગા થઈ 'જયતુ જયતુ ભારતમ' ગીત બનાવ્યું

આ રિપોર્ટ પ્રમાણે, સત્યજીતે જણાવ્યું કે, તેમની ફિલ્મ પ્રસ્થાનના કો-સ્ટાર સંજય દત્ત (Sanjay Dutt) , અલી ફઝલ, ટિસ્કા ચોપડા અને અમિતોષ નાગપોલે તેમની મદદ કરી છે. હાલ સત્યજીતના માતાની સારવાર ચાલી રહી છે અને તે પોતાની બહેન સાથે આઇસોલેશનમાં છે. તેમણે તમામ મિત્રો, પાડોશીઓ, બીએમસી, કોરોના વોરિયર્સ અને ડૉક્ટરોને પણ ધન્યવાદ કહ્યા છે.

આ પણ જુઓ - 
First published: May 17, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading