એવોર્ડ શોઝ પર ભડક્યા એક્ટર સતીશ કૌશિક, બોલ્યા મને અને સલમાનને ન મળ્યો એવોર્ડ

એક્ટર સતિશ કૌશિક (ફાઇલ ફોટો)

એક્ટર સતીશ કૌશિકે (Satish Kaushik) એવોર્ડ શોઝ (Award Shows) પર વાત કરતાં નારાજગી જતાવી છે

 • Share this:
  મુંબઇ: એક્ટર ડિરેક્ટર અને ફિલ્મ લેખક સતીશ કૌશિકે (Satish Kaushik) બોલિવૂડમાં એક બાદ એક ઉત્તમ ફિલ્મો આપી છે. તેમણે તેમની શાનદાર કોમેડીથી લોકોને પેટભરીને હસાવ્યા છે. તો કમાલનાં ઇમોશનલ સીન્સ કરીને લોકોને ભાવૂક પણ કર્યાં છે. સતીશ કૌશિક ઘણાં દાયકાઓથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યાં છે. પણ તેમને એક વાતનું ભારે દુખ છે અને નારાજગી પણ છે. જે તેમણે તેમનાં લેટેસ્ટ ઇન્ટરવ્યુંમાં જણાવ્યું છે. સતીશ કૌશિક ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં એવોર્ડ શોઝ (Award Shows)નાં વર્તનથી નારાજ છે તેમણે પોતાને અને સલમાન ખાનને (Salman Khan) એક સુંદર ફિલ્મ માટે એવોર્ડ ન મળવા પર ગુસ્સો જાહેર કર્યો છે.

  સતીશ કૌશિક હમેશાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં મુદ્દાઓ પર તેમનાં બિન્દાસ નિવેદન આપતા હોય છે. હાલમાં જ તેમણે એવોર્ડ શોઝ અંગે વાત કરી છે. હિન્દુસ્તાન ટાઇમ્સની રિપોર્ટ મુજબ, સતીશ કૌશિકનું કહેવું છે કે, એવોર્ડ્સ સાયંટિફિક અને ફેર હોવા જોઇએ. તેમણે કહ્યું કે, હાલનાં એવોર્ડ ફંક્શન ટીવી શો જેવા બની ગયા છે. જેમાં ગ્લેમર અને જશ્ન પર વધુ ધ્યાન આપવામાં આવે છે. અને આર્ટ પર ધ્યાન આપવામાં આવતું નથી. ક્યારેક ક્યારેક તો મને એ નથી સમજાતું કે, આ લોકો વિનર કેવી રીતે નક્કી કરે છે.
  જ્યારે તેરે નામ રિલીઝ થઇ. ત્યારે લોકોને સલમાન ખાનનો અલગ અવતાર ઘણો જ પસંદ આવ્યો હતો. લોકો આજે પણ આ ફિલ્મ અંગે વાત કરે છે. આજે પણ રાધેનું કેરેક્ટર સલમાન ખાનનાં સૌથી આઇકોનિક રોલમાંથી એક છે. પણ સલમાન ખાનને આજ સુધી આ ફિલ્મ માટે કોઇ એવોર્ડ મળ્યો નથી. બધાને લાગે છે કે હું ફક્ત હસાવી શકુ છું. આ આ પ્રકારની ફિલ્મો પણ બનાવી શકુ છું.. અને લોકો વખાણે પણ છે. છતા કોઇ મને એવોર્ડ નથી આપતું.

  આ પણ વાંચો- PHOTOS: શિલ્પા શેટ્ટીએ ધામધૂમથી આપી 'બાપ્પા'ની વિદાય, પતિ અને દીકરા સાથે કર્યો ખુબ ડાન્સ

  આ ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે એવોર્ડ શોઝની પ્રોસેસ પર ફરી કામ થવું જોઇએ તે વાત કરી હતી. એવોર્ડ મેળવવાની ઇચ્છા પણ જાહેર કરી હતી. આપને જણાવી દઇએ કે, ફિલ્મોમાં આવતા પહેલાં NSDથી મુંબઇ આવી સતિશ કૌશિકે એક ટેક્સટાઇલ મિલમાં કામ કર્યુ હતું જે માટે તેમને 400 રૂપિયા પગાર મળતો હતો. તેમણે એક વર્ષ સુધી આ કામ કર્યુ હતું અને આ દરમિયાન તેઓ થિએટર સાથે જોડાયેલાં હતાં.
  Published by:Margi Pandya
  First published: