મુંબઈઃ મનોરંજન જગતમાં ફરી એક વાર સનસની ઘટના સામે આવી છે. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ એમએસ ધોનીમાં કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહરે (Sandeep Nahar) મુંબઈના ગોરેંગાવ સ્થિત ઘરમાં કથિત રીતે આત્મહત્યા કરી હોાવની ઘટના બની હતી. મુંબઈ પોલીસ અનુસાર આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે સંદીપે ફેસબુક ઉપર એક સૂસાઈડ નોટ પણ શેર કરી છે. જેમાં તેમણે અંગત જિંદગી અને પ્રોફેશનલ લાઈફમાં થઈ રહેલી તકલિફોનો ઉલ્લેખ કર્યો છે. મુંબઈના ગોરેગાંવના ઘરમાં સંદીપ નાહરની લાશ મળી હતી. પોલીસ અનુસાર અભિનેતાએ આત્મહત્યા કરી છે.
સંદીપે પોતાના સુસાઈડ નોંટલમાં લખ્યું છે કે 'હવે જીવવાની ઇચ્છા નથી થઈ રહી. લાઈફમાં ખુબ જ સુખ દુઃખ જોયા છે. દરેક પ્રોબ્લેમને ફેસ કર્યો છે. પરંતુ આજે હું જે ટ્રોમામાંથી પસાર થઈ રહ્યો છું તે સહનશક્તિથી બહાર છે. હું જાણું છું કે આત્મહત્યા કરવી કાયરતા છે.'
મારે જીવવું હતું પરંતુ, આવું જીવવાનો શું ફાયદો. સુકૂન અને સેલ્ફ રિસ્પેક્ટ ન હોય. મારી પત્ની કંચન શર્મા અને તેમની મમ્મી વિનૂ શર્મા, જેમણે મને ન સમજ્યો અને સમજવાની કોશિશ પણ ન કરી. મારી પત્નીનો હાઈપર નેચર છે. તેની પર્સનાલિટી અલગ છે અને મારી અલગ છે. જે બિલકુલ પણ મેચ થતી નથી. દરરોજ માત્ર સવારે અને સાંજ કંકાસ, મારી હવે આ સહન કરવાની શક્તી નથી.
ઉલ્લેખનીય છે કે, એમ એસ ધોની ફેમ સુસાંત સિંહ રાજપૂતે પણ પોતાના ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ તપાસ અંગે રાજકાણ પણ ગરમાયું હતું. ત્યારબાદ મનોરંજનની દુનિયાનો વરવો ચહેરો પણ બહાર આવ્યો હતો. મનોરંજનની દુનિયામાં એક પછી એક અભિનેતા અને અભિનેત્રીઓની આત્મહત્યાનો સિલસિલો યથાવત રહ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર