ફિલ્મ PKના આ અભિનેતાનું બ્રેન કેન્સરને કારણે નિધન, 7 મહિનાથી નજરે ન્હોતા પડ્યા!

સાઈ ગુંડેવર

બોલિવૂડના એક્ટર સાઈ ગુંડેવર (Sai Gundewar)નું રવિવારે 10 મેના રોજ અમેરિકામાં નિધન થઈ ગયું છે.

 • Share this:
  મુંબઈ : ગત બે મહિનામાંથી બોલિવૂડ ઉદ્યોગ (Bollywood Industry)માંથી આવેલા એક પછી એક નિધનના સમાચારે તમામને હચમચાવી દીધા. અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan), ઋષિ કપૂર (Rishi Kapoor), 25 વર્ષથી આમિર ખાન (Aamir Khan) સાથે કામ કરી રહેલા આસિસ્ટન્ટ અમોસ ઉપરાંત વધુ એક નિધનથી બોલિવૂડ (Bollywood) આઘાતમાં છે. મળતા સમાચાર પ્રમાણે બોલિવૂડના એક્ટર સાઈ ગુંડેવર (Sai Gundewar)નું રવિવારે 10 મેના રોજ અમેરિકામાં નિધન થઈ ગયું છે. 42 વર્ષીય સાઈ ગુંડેવર છેલ્લા થોડા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. જે બાદમાં તેઓ જિંદગીની જંગ હારી ગયા હતા અને આ દુનિયાને અલવિદા કહી ગયા છે.

  કહેવામાં આવી રહ્યું છે કે સાઈ ગુંડેવર છેલ્લા ઘણા સમયથી ખતરનાક બ્રેન કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. ગત વર્ષથી તેમની અમેરિકાના લોસ એન્જલસમાં બ્રેન કેન્સરની સારવાર ચાલી રહી હતી. તેઓ આ બીમારીથી ખૂબ લડ્યા હતા પરંતુ આખરે જંગ હારી ગયા છે. સાઈ તેમની પાછળ પત્ની અને માતાપિતાને વિલાપ કરતા છોડી ગયા છે.


  ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે તેઓ છેલ્લા સાત મહિનાથી સોશિયલ મીડિયાથી દૂર હતા. તેમણે છેલ્લે ગત વર્ષે 25મી ઓક્ટોબરના રોજ એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે પોતાની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તેઓ ખૂબ અલગ નજરે પડ્યા હતા. તેમને ઓળખવા પણ મુશ્કેલ હતા. તેમના નિધનના સમાચાર મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વિટ કરીને આપી હતી.

  મરાઠીમાં કરવામાં આવેલા એક ટ્વિટમાં તેમણે અભિનેતા સાઈ ગુંડેવરના નિધનની જાણકારી આપતા તેમણે લખ્યું હતું કે તેઓ કેન્સર સામે જંગ હારી ગયા છે. ઉદ્યોગે એક પ્રતિભાશાળી અભિનેતા ગુમાવ્યો છે. તેમણે પોતાની આ પોસ્ટમાં સાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત સાઈના પ્રશંસકોને પણ તેમના નિધનથી ઝટકો લાગ્યો છે. અભિનેતા સાઈએ આમિર ખાનની ખૂબ જ જાણીતી પીકે ફિલ્મમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેઓ ફિલ્મ રોક ઓનમાં પણ નજરે પડ્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published: