Home /News /entertainment /તેલૂગુ એક્ટર સાઇ ધરમ તેજની બાઇકને નડ્યો અકસ્માત, ખભાનું હાડકું તુટ્યું, છાતી પર આવી ઇજા

તેલૂગુ એક્ટર સાઇ ધરમ તેજની બાઇકને નડ્યો અકસ્માત, ખભાનું હાડકું તુટ્યું, છાતી પર આવી ઇજા

તેલૂગુ એક્ટર સાઇ ધરમ તેજની બાઇકને નડ્યો અકસ્માત

Sai Dharam Tej Motorbike Accident: સાઇ ધરમ તેજનાં કાકા અને ફિલ્મ પ્રોડ્યુસર અલ્લુ અરવિંદે (Producer Allu Arvind) નાં જણાવ્યાં અનુસાર, 'તેને માથાનાં ભાગે કે કરોડરજ્જુમાં કોઇ જ ઇજા નથી. તે સુરક્ષિત છે. અમે આપને તેનાં સ્વાસ્થ્ય અંગે વધુ અપડેટ આપતાં રહીશું.'

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તેલૂગુ એક્ટર સાઇ ધરમ તેજની (Telugu Actor Sai Dharam Tej) બાઇકને હૈદરાબાદમાં શુક્રવારે મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો અને તે આ અકસ્માતમાં (Sai Dharam Tej Motorbike Accident) ગંભીર રુપે ઘાયલ થયો છે જે બાદ તેને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને ખભાનું હાડકું તુત્યું છે. અને ત્યાંની માંસ પેંશીઓ પણ ફાટી ગઇ છે અને છાતીનાં ભાગે ઇજા આવી છે. તે તેની બાઇક ચલાવતો હતો ત્યાં અચાનક જ કિચ્ચડ આવતાં તેની બાઇક સ્લિપ થઇ ગઇ હતી. અને તે જમીન પર પટકાયો હતો અને ઘસડાયો પણ હતો. હોસ્પિટલ તરફથી આ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો-Gahena Vasisth: કેવી રીતે શૂટ કરાય છે ન્યૂડ ફોટો અને વીડિયો, ખોલ્યું પડદા પાછળનું રહસ્ય

સાઇ ધરમ તેજનાં કાકા અને ફિલ્મ પ્રોડ્યુસર અલ્લુ અરવિંદે (Allu Arvind) નાં જણાવ્યાં અનુસાર, 'તેને માથાનાં ભાગે કે કરોડરજ્જુમાં કોઇ જ ઇજા નથી. તે સુરક્ષિત છે. અમે આપને તેનાં સ્વાસ્થ્ય અંગે વધુ અપડેટ આપતાં રહીશું.'

સાઇ ધરમ તેજનો આ બાઇક પર અકસ્માત થયો હતો


આપને જણાવી દઇએ કે, જ્યારે અકસ્માત થયો ત્યારે તેજ એકલો જ ડ્રાઇવ કરતો હતો. આ અકસ્માતમાં તેની સાથે કે સામે કોઇ અન્ય વ્યક્તિ ન હતું. તેથી તેને એકલાને જ ઇજા થઇ છે. અન્ય કોઇને નહીં.

તેલૂગુ એક્ટર સાઇ ધરમ તેજને નડ્યો અકસ્માત


કોણ છે સાંઇ ધરમ તેજ- સાઈ ધરમ તેજ વિજયા દુર્ગાનો પુત્ર છે, જે સાઉથ સુપર સ્ટાર ચિરંજીવી અને પવન કલ્યાણની બહેન છે. ધરમ તેજનાં પરિવારનાં સભ્યોની વાત કરીએ તો તેમાં ભાઈ વૈષ્ણવ તેજ, ​​કાકા પવન કલ્યાણ, પિતરાઈ વરુણ તેજ, ​​નિહારિકા કોનિડેલા અને મિત્ર સુનદીપ કિશન છે. તેઓ એક્ટરની ખબર અંતર પુછવાં હોસ્પિટલ પહોંચી ગયા હતા. તેજ હોસ્પિટલમાં દાખલ હતો તે સમયે અલ્લુ અરવિંદ અને ચિરંજીવીની પત્ની સુરેખા પણ ત્યાં હાજર હતા.

આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

ચિરંજીવીએ તેજનાં અકસ્માત અંગે વાત કરતાં જણાવ્યું કે, ચાહકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સાંઈ તેજને અકસ્માતમાં માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી અને તે ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સ્પોર્ટ્સ બાઇક તે સ્કિડ પર સવાર હતી અને માધાપુર વિસ્તારમાં કેબલ બ્રિજ પાસે પડી હતી. અભિનેતાએ હેલ્મેટ પહેર્યું હતું તેથી તેને માથાનાં ભાગે ઇજા નહોતી થઇ. સ્થાનિક લોકો તાત્કાલિક તેજની મદદે પહોંચી ગયા હતાં. 108 ની મદદથી નજીકની મેડિકેર હોસ્પિટલમાં તેને લઇ જવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેને એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-TMKOC: 'બબિતા અને ટપ્પુ' નાં સંબંધની ચર્ચા જાહેર થતા, જેઠાલાલનાં જોક્સ Viral

વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
First published:

Tags: Chiranjeevi, Pawan Kalyan, Sai Dharam Tej

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો