Home /News /entertainment /

Rasik Dave Passed Away: ફેમસ અભિનેતા રસિક દવેનું નિધન, ઘણા ગુજરાતી નાટકોમાં કર્યું હતું કામ

Rasik Dave Passed Away: ફેમસ અભિનેતા રસિક દવેનું નિધન, ઘણા ગુજરાતી નાટકોમાં કર્યું હતું કામ

હિન્દી અને ગુજરાતી શો અને સિરીયલના ફેમસ અભિનેતા રસિક દવેનું (Rasik Dave Passed Away)મુંબઈમાં નિધન થયું

Rasik Dave Passed Away : સીઆઈડી, કૃષ્ણા જેવી ઘણી લોકપ્રિય ટીવી શો ના ભાગ રહ્યા હતા, તે જાણીતી અભિનેત્રી કેતકી દવેના (Ketki Dave) પતિ છે

    મુંબઈ : હિન્દી અને ગુજરાતી શો અને સિરીયલના ફેમસ અભિનેતા રસિક દવેનું (Rasik Dave Passed Away)મુંબઈમાં નિધન થયું છે. તે 65 વર્ષના હતા. તેમની કિડની ખરાબ થઇ ગઇ હતી અને 15 દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. ગત મોડી રાત્રે મુંબઈમાં નિધન થયું છે. રસિક દવે (Rasik Dave)ફેમસ ટીવી અભિનેતા હતા. તેઓ સંસ્કાર ધરોહર અપનો કી, સીઆઈડી, કૃષ્ણા જેવી ઘણી લોકપ્રિય ટીવી શો ના ભાગ રહ્યા હતા. તેમણે અભિનેત્રી કેતકી દવે (Ketki Dave)સાથે લગ્ન કર્યા હતા.

    કેતકી અને રસિક રિયાલિટી શો નચ બલિયેમાં જોવા મળ્યા હતા. તે ઘણી ટીવી શો ના ભાગ રહી ચૂક્યા છે. નિર્માતા જેડી મજિઠીયાએ સોશિયલ મીડિયા પર રસિક દવેના નિધનની પૃષ્ટી કરી છે. જેડી ઘણા નાટકોમાં દવે સાથે કામ કરી ચૂક્યા છે. રસિક દવેએ ઘણા હિન્દી અને ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમણે ઘણા ગુજરાતી નાટકો પણ બનાવ્યા છે.

    આ પણ વાંચો - મને કંઇ થશે તો તેના માટે નાના પાટેકર હશે જવાબદાર: તનુશ્રીની પોસ્ટ ચર્ચામાં

    ટીવી સિવાય તેમણે માસૂમ (1996), જયસુખ કાકા, 4 ટાઈમ્સ લકી, સ્ટ્રેટ, ઈશ્વર અને જૂઠી જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેઓ મહાભારતમાં તેમના નંદ પાત્ર માટે જાણીતા બન્યા હતા. તેમની પત્ની કેતકી દવે પણ જાણીતી અભિનેતી છે. બંને સ્ટાર દંપતિને સંતાનમાં એક પુત્રી રિદ્ધિ દવે છે.

    છેલ્લા બે વર્ષથી ડાયાલિસિસ પર હતા

    રસિક દવે મુંબઈની એક હોસ્પિટલમાં 2 વર્ષથી વધુ સમયથી ડાયાલિસિસ પર હતા. તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. તે દર અઠવાડિયે ત્રણ વખત હોસ્પિટલમાં સારવાર માટે જતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત વધારે લથડી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Entertainment, બોલિવૂડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन