સામે આવ્યો 'ગલ્લી બોય', જોઇ લો નવી ફિલ્મમાં રણવીરનો લૂક

News18 Gujarati
Updated: January 3, 2019, 7:38 AM IST
સામે આવ્યો 'ગલ્લી બોય', જોઇ લો નવી ફિલ્મમાં રણવીરનો લૂક

  • Share this:
રણવીર સિંહની ફિલ્મ ગલી બોય ન્યૂ યરની શરૂઆત સાથે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. પ્રથમ દિવસે એટલે કે એક જાન્યુઆરીએ એક તરફ જ્યાં ફિલ્મનું પ્રથમ પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું, તો બીજા દિવસે ફિલ્મના અન્ય બે પોસ્ટર પણ શેર કરવામાં આવ્યા. એક પોસ્ટરમાં એકલા રણવીર દેખાઇ રહ્યો છે, તો બીજા પોસ્ટરમાં તેની સાથે આલિયા ભટ્ટ પણ નજર આવી રહી છે, 14 ફેબ્રુઆરીએ રીલિઝ થનારી આ ફિલ્મ જોયા અખ્તરના ડાયરેક્શનમાં બની રહી છે.

આ ફિલ્મમાં પ્રથમ વખત આલિયા અને રણવીર સાથે કામ કરી રહ્યાં છે, ફિલ્મની કહાનીને પર કહેવામાં આવી રહ્યું છે કે આ એક સાચી ઘટના પર આધારિત છે, આ ફિલ્મમાં રણવીર સિંહ મુંબઇ સ્થિત કુર્લાના એક રેપર નાવેદ શેખનો રોલ કરી રહ્યો છે, પરંતુ આલિયાના રોલ અંગે કોઇ ખાસ ડિટેઇલ સામે આવી નથી.

  રણવીર-આલિયા સિવાય આ ફિલ્મ ટીવી એક્ટ્રેસ પુજા ગોડ માટે પણ ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે પુજા આ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહી છે, નાના પરદા પર પુજા મનની અવાજ, પ્રતિજ્ઞા શોમાં નજર આવી હતી, સ્ટાર પ્લસના આ શોને પુજાએ ખુબ જ નામના મેળવી હતી.
First published: January 2, 2019
વધુ વાંચો
अगली ख़बर