'બ્રહ્માસ્ત્ર'ના અભિનેતાનો ખુલાસો, રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ ઝઘડા બાદ તેનો એવોર્ડ તોડી નાખતી હતી
'બ્રહ્માસ્ત્ર'ના અભિનેતાનો ખુલાસો, રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ ઝઘડા બાદ તેનો એવોર્ડ તોડી નાખતી હતી
રણબીરે તેના એક જૂના ઈન્ટરવ્યુમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ વિશે ઘણી રસપ્રદ વાતો જણાવી હતી
રણબીર કપૂર (Ranbir Kapoor) હાલમાં અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) ને ડેટ કરી રહ્યો છે. આ પહેલા પહેલા રણબીર દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ (Deepika Padukone Katrina Kaif) સહિત ઘણી અભિનેત્રીઓને ડેટ કરી ચૂક્યો છે
બોલિવૂડનો ખૂબ જ હેન્ડસમ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) હાલમાં અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) ને ડેટ કરી રહ્યો છે. બંને ઘણીવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. આલિયા પહેલા રણબીર દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ (Deepika Padukone Katrina Kaif) સહિત ઘણી અભિનેત્રીઓને ડેટ કરી ચૂક્યો છે. હાલમાં બંને અભિનેત્રીઓ તેમના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે. રણબીરે તેના એક જૂના ઈન્ટરવ્યુમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ વિશે ઘણી રસપ્રદ વાતો જણાવી હતી.
રણબીર એક્સ ગર્લફ્રેન્ડ સાથે ખુબ લડતો હતો
વર્ષ 2017માં ફિલ્મફેર મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં રણબીર કપૂરે કહ્યું હતું કે, જ્યારે પણ તેની કોઈ ગર્લ ફ્રેન્ડ સાથે ઝઘડો થતો હતો ત્યારે તે તેની ટ્રોફી તોડી નાખતી હતી. એક સમય એવો હતો જ્યારે રણબીર કપૂરને એક પછી એક અનેક ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા, વર્ષ 2011માં રણબીરે ફિલ્મ 'રોકસ્ટાર' માટે એક કરતા વધુ કેટેગરીમાં એવોર્ડ જીત્યા હતા. તેણે પોતાના ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. ફિલ્મફેરના એડિટર જીતેશ પિલ્લઈએ રણબીરને કહ્યું, 'તમારી એક્સ ગર્લફ્રેન્ડ હંમેશા મને કહેતી હતી કે, તેમને કેટલા એવોર્ડ મળ્યા છે અને અમને આપો'.
ગુસ્સે થઈને એક્સ ગર્લફ્રેન્ડ એવોર્ડ તોડતી હતી
જીતેશ પિલ્લઈની વાત પર રણબીર હસ્યો અને તેની એક એક્સ ગર્લફ્રેન્ડનો રસપ્રદ કિસ્સો સંભળાવ્યો. રણબીરે કહ્યું હતું કે, મારી એક ગર્લફ્રેન્ડ હતી, જ્યારે પણ અમારી વચ્ચે ઝઘડો થતો હતો ત્યારે તે એવોર્ડ તોડતી હતી. હું તેને કહેતો, 'વો ફિલ્મફેર કો હાથ મત લગાના'.
આલિયા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે!
રણબીર કપૂર છેલ્લા કેટલાક સમયથી આલિયા ભટ્ટ સાથે રિલેશનશિપમાં છે. અહેવાલો છે કે, બંને વર્ષ 2022માં લગ્ન કરશે. નવા વર્ષ નિમિત્તે રણબીર-આલિયા કેન્યા ગયા હતા. કપલે પોત-પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘણી તસવીરો પોસ્ટ કરી છે. એક ફોટો શેર કરતા આલિયાએ રણબીર કપૂરની ફોટોગ્રાફી કુશળતાના વખાણ કર્યા હતા.
રણબીર (Ranbir Kapoor) અને આલિયા (Alia Bhatt) ટૂંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં (brahmastra movie) સાથે જોવા મળશે. આ મેગા બજેટ ફિલ્મમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વની ભૂમિકામાં છે. થોડા દિવસો પહેલા મેકર્સે ફિલ્મનું ટીઝર લોન્ચ કર્યું હતું. આ ફિલ્મ આ વર્ષે 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર