Home /News /entertainment /શોબિઝની જિંદગી છોડીને ઝૂંપડીમાં રહેવા મજબૂર, આ ટીવી એક્ટ્રેસનો કૃષ્ણભક્તિમાં ડાન્સ કરતો વિડીયો વાયરલ

શોબિઝની જિંદગી છોડીને ઝૂંપડીમાં રહેવા મજબૂર, આ ટીવી એક્ટ્રેસનો કૃષ્ણભક્તિમાં ડાન્સ કરતો વિડીયો વાયરલ

ઘરબાર છોડી મંદિરમાં રહેવા મજબૂર છે એક્ટ્રેસ

આ દિવસોમાં ટીવી ઈન્ડસ્ટ્રીની એક અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે. આ છે ગ્લેમર જગતની જાણીતી અભિનેત્રી નૂપુર અલંકાર, જેણે સંપત્તિ અને પ્રસિદ્ધિથી નિવૃત્તિ લીધી છે.

આ દિવસોમાં ટીવી ઈન્ડસ્ટ્રીની એક અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે. આ છે ગ્લેમર જગતની જાણીતી અભિનેત્રી નૂપુર અલંકાર, જેણે સંપત્તિ અને પ્રસિદ્ધિથી નિવૃત્તિ લીધી છે. નૂપુર અલંકારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સાધ્વીના અવતારમાં નૃત્ય કરતી જોવા મળી રહી છે. નૂપુર હવે શો બિઝને અલવિદા કહીને ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન છે. લેટેસ્ટ વિડીયોમાં નૂપુર કૃષ્ણ મંદિરમાં ભજનો પર ડાન્સ કરતી જોવા મળી હતી.

નૂપુરનો આ લેટેસ્ટ વિડીયો ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં તે ભક્તિમાં ડૂબેલી, ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીનું કરિયર ઘણું મુશ્કેલ હતું. ઉપરાંત, તેના અંગત જીવનમાં સમસ્યાઓ હતી, તેથી અભિનેત્રીએ માયાનગરીમાંથી નિવૃત્તિ લીધી હતી. 27 વર્ષ સુધી ટેલિવિઝન પર કામ કરનાર નુપુર હવે પ્રભુની પૂજા કરીને જ જીવન જીવી રહી છે. નૂપુરનો એક નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં તે કૃષ્ણ મંદિરમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ નજારો કૃષ્ણ મંદિરનો છે. જ્યાં ભક્તો કૃષ્ણભક્તિમાં લીન છે.નૂપુર બાકીના ભક્તોની સાથે તાળીઓના ગડગડાટ સાથે નાચી રહી છે.




આ પણ વાંચોઃShweta Tiwari PHOTOS: થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં શ્વેતા તિવારીએ કરાવ્યું ફોટોશૂટ, કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ



વિડીયો પહેલા નુપુર અલંકરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં તે ઝૂંપડીની નીચે બેસીને ધ્યાન કરતી જોવા મળી હતી. અભિનેત્રીની આ સ્ટાઈલ જોઈને ચાહકો ચોંકી ગયા હતા. રિપોર્ટ અનુસાર નુપુર અને તેના પતિ છેલ્લા 3 વર્ષથી એક કપલ તરીકે સાથે નથી. નુપુર અને તેનો પતિ છેલ્લા અઢી વર્ષથી અલગ રહે છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી શક્તિમાન, ઘર કી લક્ષ્મી બેટીયાં, દિયા ઔર બાતી હમ અને રાજાજી જેવા ઘણા શોમાં જોવા મળી હતી. તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन