OMG! જાણીતા 'વિલને' દારૂ પીને રિક્ષાને મારી ટક્કર, 2 ઇજાગ્રસ્ત, થઇ ધરપકડ

News18 Gujarati
Updated: September 25, 2018, 6:32 PM IST
OMG! જાણીતા 'વિલને' દારૂ પીને રિક્ષાને મારી ટક્કર, 2 ઇજાગ્રસ્ત, થઇ ધરપકડ
દિલીપ તાહિલે 'બાઝીગર','ઇશ્ક', 'રાજા' જેવી હિટ ફિલ્મો કરી છે. તો ટીવી શો 'રામાયણ'માં તેઓ દશરથનાં પાત્રમાં નજર આવ્યા હતા

દિલીપ તાહિલે 'બાઝીગર','ઇશ્ક', 'રાજા' જેવી હિટ ફિલ્મો કરી છે. તો ટીવી શો 'રામાયણ'માં તેઓ દશરથનાં પાત્રમાં નજર આવ્યા હતા

  • Share this:
મુંબઇ: બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર દિલીપ તાહિલ પર આરોપ છે કે તેમણે દારૂ પીને નશામાં ગાડી ચલાવાતા એક ઓટો રિક્ષાને ટક્કર મારી દીધી છે. આપને જણાવી દઇએ કે આ ઘટના સોમવારે રાત્રે બની હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ એક્સિડન્ટમાં ઓટોમાં સવાર બે લોકોને ઇજા પહોંચી છે. આ ઘટના બાદ પોલીસે દિલીપ તાહિલની ધરપકડ કરી છે.

દિલીપ બોલિવૂડનાં જાણીતા એક્ટર/વિલન છે. સોમવારે રાત્રે દારુનાં નશામાં તેઓ ગાડી ચલાવી રહ્યાં હતાં. નશામાં હોવાને કારણે તેમનો કંટ્રોલ ગાડી પર રહ્યો ન હતો. અને તેમની ગાડી ઓટો સાથે ભટકાઇ ગઇ હતી. રિક્શામાં તે સમયે 21 વર્ષની જેનિતા ગાંધી અને તેનો સાથી ગૌરવ હતાં. જેનિતાને ગર્દન અને પીઠમાં ભારે ઇજા થઇ છે. અને તે હોસ્પિટલમાં છે.દિલીપ તાહિલે અકસ્માત બાદ ત્યાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. પણ ગણપતિ વિસર્જનને કારણે ભારે ભીડ હતી જેને કારણે તે ભાગી શક્યા ન હતાં. બીજી તરફ અકસ્માત બાદ ઓટોમાં સવાર બંને લોકો તેમની પાસે પહોચ્યા અને બહાર આવવા કહ્યું પણ દિલીપ તાહેલે તેમની સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો. તેમની વચ્ચે ધક્કા મુક્કી પણ થઇ હતી જે બાદ પોલીસની મદદ લેવી પડી હતી.

પોલીસે દિલીપ તાહિલની ધરપકડ કરી લીધી આ ઘટનાનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. ખાર પોલીસ સ્ટેસને સીનિયર પોલીસ ઇન્સપેક્ટર સંજયનાં જણાવ્યાં અનુસાર દિલીપની અટકાયત બાદ તેમને હાલમાં ાજમીન પર છોડી દેવામાં આવ્યા છે. દિલીપે તેમનો બ્લ્ડ ટેસ્ટ કરાવવાનો ઇન્કાર કરી દીધો હતો. પણ તેમના હાલ જોઇને સ્પષ્ટ લાગતુ હતુ કે તેઓએ દારૂ પીધો છે.

દિલીપ તાહિલે 'બાઝીગર','ઇશ્ક', 'રાજા' જેવી હિટ ફિલ્મો કરી છે. તો ટીવી શો 'રામાયણ'માં તેઓ દશરથનાં પાત્રમાં નજર આવ્યા હતા.
First published: September 25, 2018
વધુ વાંચો
अगली ख़बर