Home /News /entertainment /એક્શન બોલતા જ રેખાને કિસ કરવા લાગ્યો તેનાથી 25 વર્ષ મોટો આ એક્ટર, ગભરાઈને જોર જોરથી રડવા લાગી અને...

એક્શન બોલતા જ રેખાને કિસ કરવા લાગ્યો તેનાથી 25 વર્ષ મોટો આ એક્ટર, ગભરાઈને જોર જોરથી રડવા લાગી અને...

યાસિર ઉસ્માને લખેલી રેખાની બાયોગ્રાફી 'રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરી'માં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Actress Rekha forcefully kissed by Biswajeet Chatterjee : રેખાએ 15 વર્ષની ઉંમરથી જ એક્ટિંગની દુનિયામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. રેખાએ પોતાની બાયોગ્રાફીમાં પોતાની કરિયરના તમામ અનુભવો શેર કર્યા છે. રેખાએ વર્ષ 1969માં આવેલી ફિલ્મ 'અંજના સફર'નો એક કિસ્સો શેર કર્યો છે. જેમાં રેખાએ જણાવ્યું કે આ દરમિયાન તે માત્ર 15 વર્ષની હતી અને તેના કરતા લગભગ 25 વર્ષ મોટા એક અભિનેતાએ તેને સેટ પર 5 મિનિટ સુધી કિસ કરી હતી. આ સીનમાં રેખા ખૂબ જ અસહજ થઈ ગઈ અને તેના આંસુ નીકળી ગયા. આ સીનમાં રેખા ખૂબ જ નર્વસ થઈ ગઈ હતી.

વધુ જુઓ ...
    બોલીવૂડની જાણીતી અભિનેત્રી રેખા (Rekha)નું જીવન કોઇ ફિલ્મી કહાનીથી ઓછું નથી. કરિયરથી લઈને પ્રેમ સુધી અને લગ્નથી લઈને પરિવાર સુધી રેખાનું જીવન હંમેશા સંશયના ઘેરામાં જ રહ્યું છે. રેખાએ ખૂબ નાની ઉંમરથી જ એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. આ કારણે રેખાએ પોતાની લાંબી કારકિર્દીના તમામ અનુભવોનો સામનો કર્યો હતો.

    રેખા જ્યારે માત્ર 15 વર્ષની હતી, ત્યારે તેને એક ભયાનક અનુભવનો સામનો કરવો પડ્યો હતો. રેખાએ પોતાની બાયોગ્રાફી 'રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરી' (Rekha: The Untold Story)માં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

    આ પણ વાંચો :  VIDEO: દિશા પટણી ફરી એકવાર થઇ બોલ્ડ, બ્લેક આઉટફિટમાં આપ્યાં એવા એવા પોઝ કે ચૂકી જશો ધબકારો

    રેખાએ જણાવ્યું કે, એકવાર ફિલ્મના સેટ પર તેનાથી 25 વર્ષ મોટી ઉંમરના એક્ટરે તેને કિસ કરવાનું શરૂ કરી દીધું હતું. લગભગ 5 મિનિટ સુધી એક્ટર રેખાને કિસ કરતો રહ્યો. રેખા આ વાતથી એટલી અસહજ થઈ ગઈ કે તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.

    આ છે સમગ્ર કિસ્સો


    યાસિર ઉસ્માન દ્વારા લિખિત રેખાની બાયોગ્રાફી 'રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી' (Rekha: The Untold Story) માં આ આખી કહાનીનો ઉલ્લેખ છે. 1969માં રેખા માત્ર 15 વર્ષની હતી અને 'અંજાના સફર' (Anjana Safar) નું શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મમાં રેખાની સાથે બિસ્વજીત ચેટર્જી (Biswajeet Chatterjee) પણ હતા. બંનેનો રોમેન્ટિક સીન શૂટ કરવાનો હતો.

    આ પણ વાંચો :  PHOTOS : ઇન્ટીમેટ સીન કરતી વખતે આ સ્ટાર્સનો છૂટી ગયો હતો પરસેવો, કોઇ ભાગ્યું વોશરૂમ તો કોઇના હાથ ધ્રુજવા લાગ્યા

    આ માટે શોટ તૈયાર થઇ ગયો હતો અને ડાયરેક્ટરના એક્શન બોલતા જ બિશ્વજીતે રેખાને કિસ કરવાનું શરૂ કરી દીધું હતું. લગભગ 5 મિનિટ સુધી બિશ્વજીત રેખાને કિસ કરતો રહ્યો. રેખાને આ વાતથી એકદમ હેરાન રહી ગઈ. એટલું જ નહીં આ સીનમાં રેખા સંપૂર્ણ પણે શોક્ડ થઈ ગઈ હતી અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા.


    ફિલ્મના સેટ પર લોકોએ વગાડી તાળીઓ


    આ સીનનો ઉલ્લેખ કરતાં રેખાએ પોતાની બાયોગ્રાફીમાં જણાવ્યું હતું કે આ સીન પૂરો થયા બાદ સેટ પર હાજર સ્ટાફે ઘણી બધી સીટઓ અને તાળીઓ વગાડી હતી. સેટ પર લોકો આ સીન જોઈને ખુશ થઈ ગયા હતા. સાથે જ રેખાએ જ્યારે આ વાત પર વાંધો ઉઠાવ્યો તો લોકો તેની વાત સમજી ગયા. બાદમાં બિસ્વજીતે પણ પોતાના ખુલાસામાં કહ્યું હતું કે આમાં તેમનો વાંક નથી પરંતુ ફિલ્મના દિગ્દર્શક રાજા નવાથેનો છે. મેં તે જ કર્યું જેવું તેમણે સીન નક્કી કર્યું.
    First published:

    Tags: Bollywood actress, Bollywood Latest News, Rekha, Rekha photos

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन