#MeToo પર બોલ્યા અસરાની: 'આને સીરિયસલી ન લો, આ ફક્ત પબ્લિસિટી સ્ટંટ છે'

હાલમાં લોકો નાના પાટેકર પર લાગેલા આરોપોથી હજુ બહાર આવ્યા ન હતાં કે ત્યાં આલોક નાથે સૌને ચોકાવી દીધા અને હવે અસરાનીનું નિવેદન ચર્ચામાં છે

News18 Gujarati
Updated: October 11, 2018, 5:24 PM IST
#MeToo પર બોલ્યા અસરાની: 'આને સીરિયસલી ન લો, આ ફક્ત પબ્લિસિટી સ્ટંટ છે'
અસરાની, એક્ટર
News18 Gujarati
Updated: October 11, 2018, 5:24 PM IST
મુંબઇ:તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌન શોષણનાં આરોપો લગાવ્યા બાદ ભારતમાં #MeToo મોમેન્ટને નવી હવા મળી. એક બાદ એક એક્ટ્રેસિસ અને તમામ મહિલાઓએ તેમની સાથે બનેલી તે કડવી ઘટનાઓ જાહેર કરી. હવે તેમાં મોટા નામો પર સવાલ ઉઠી રહ્યાં છે પણ કેટલાંક લોકો એવા છે જે સસ્તી પબ્લિસિટી માની રહ્યાં છે. હાલમાં જ પ્રખ્યાત એક્ટર અસરાનીને જ્યારે #MeToo પર સવાલ કરવામાં આવ્યો તો તેમનાં તરફથી જે જવાબ મળ્યો તે કદાચ મહિલાઓને પસંદ ન આવે.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં અસરાનીએ કહ્યું કે, 'હું મહિલાઓનું સમર્થન કરુ છું. તમામે કરવું જોઇએ પણ આ બધુજ માત્ર એક પબ્લિસિટી, ફિલ્મ પ્રમોશનનો ભાગ છે. તેનાંથી વધુ કંઇ જ નથી. ફક્ત આરોપોનો કોઇ અર્થ નથી. તેને સીરિયસલી ન લો.'

ANI પર અસરાનીનું નિવેદન


આપને જણાવી દઇએ કે તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર 'હોર્ન ઓકે પ્લીઝ'ની શૂટિંગ દરમિયાન યૌન શોષણ કર્યાનો આરોપ લગાવ્યો હતો. તનુશ્રીનો આરોપ હતો કે નાનાએ ફિલ્મનાં કોરિયોગ્રાફર સાથે ડાન્સમાં કંઇક એવાં સ્ટેપ્સ જોડવા કહ્યું જેનાથી તે તેને અડી શકે. જોકે જ્યારે નાનાને આ વિશે સવાલ કરવામાં આવ્યાં તો તેમણે તે તમામ આરોપો નકારી કાઢ્યા છે.

હાલમાં લોકો નાના પાટેકર પર લાગેલા આરોપોનાં ઝાટકાથી હજુ બહાર આવ્યા ન હતાં કે ત્યાં આલોક નાથે સૌને ચોકાવી દીધા અને હવે અસરાનીનું નિવેદન ચર્ચામાં છે. વિનીતા બાદ એક્ટ્રેસ સંધ્યા મૃદુલે પણ આલોક નાથ પર આરોપ લગાવ્યો હતો. તો બીજી તરફ આલોકનાથનાં વકીલનું કહેવું હતું કે તે યોગ્ય સમયે આ મામલે કંઇ બોલશે.
First published: October 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर