Home /News /entertainment /RIP Arun Bali: અરુણ બાલીનો થ્રોબેક વીડિયો થયો વાયરલ, જોઇને ફેન્સની આંખોમાંથી છલકાયા આંસૂ!

RIP Arun Bali: અરુણ બાલીનો થ્રોબેક વીડિયો થયો વાયરલ, જોઇને ફેન્સની આંખોમાંથી છલકાયા આંસૂ!

અરુણ બાલીના નિધનથી મનોરંજન જગતમાં શોકની લહેર

RIP Arun Bali Latest News: અરુણ બાલીના નિધનથી મનોરંજન જગતમાં શોકની લહેર છે. અરુણ બાલીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ કલાકારના સેંસેટિવ હોવા પર વાત કરતા જોવા મળી રહ્યાં છે. અરુણના આ વીડિયોમાં સિમ્પલ અંદાજમાં જોવા મળી રહ્યાં છે.

વધુ જુઓ ...
    Arun Bali Death : જાણીતા એક્ટર અરુણ બાલીના નિધનથી મનોરંજન જગતના દરેક કલાકાર દુખી છે. હસમુખ મિજાજ ધરાવતા અને પોતાની શરતો પર કામ કરતા કલાકાર હવે માત્ર લોકોની યાદોમાં રહી ગયા છે. અરુણ બાલીનો થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ કલાકાર અને તેમના જીવન પર વાત કરી રહ્યાં હતા.

    આ વીડિયોમાં અરુણ સિમ્પલ અંદાજમાં બેઠેલા નજરે આવી રહ્યાં છે. તેમના ચહેરા પર વૃદ્ધાવસ્થા ઝળકી રહી છે પરંતુ તેમના અવાજમાં અલગ જ જોશ રણકી રહ્યો છે. તેમના આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. સાથે જ ફેન્સ તેમના આ વીડિયોને જોઇને ઘણા ઇમોશનલ થઇ રહ્યાં છે.

    આ પણ વાંચો : Arun Bali Last Movie: ફિલ્મ રિલીઝના દિવસે જ અરુણ બાલીએ દુનિયાને અલવિદા કહી દીધું, ‘ગુડબાય’માં તેમની મહત્વની ભૂમિકા હતી

    યુટ્યબ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં અરુણ બાલી બેબાકીથી પોતાની વાત રજૂ કરતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયો કલાકાર અસીમા ભટ્ટના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. તેમાં અસીમા તેમની સાથે કલાકારના અડિયલ સ્વભાવને લઇને વાત કરતી જોવા મળી રહી છે. આ વીડિયોની શરૂઆતમાં જ્યારે અસીમા પૂછે છે કે તમને મારુ નામ યાદ છે તો તેઓ મજાકમાં કહે છે કે, 'હા મને લોકોએ જણાવ્યું કે તુ બહુ સારી આર્ટિસ્ટ છો પરંતુ છે અડિયલ.'

    કોણ અડિયલ નથી?


    વીડિયોમાં અસીમા આગળ કહે છે કે, તે અડિયલ નથી. તેના પર અરુણ કહે છે કે, આ તેમના કહેવાની રીત છે. હકીકતમાં, કયો એવો કલાકાર છે જે અડિયલ નથી. આ વાત પર તેઓ એક કિસ્સો શેર કરે છે.

    આ પણ વાંચો :અલવિદા અરુણ બાલી : ફિલ્મો ઉપરાંત ટીવી સિરિયલ્સમાં પણ હતો દબદબો, આ કેરેક્ટર નિભાવીને થયા હતા પોપ્યુલર

    તેઓ જણાવે છે કે તેઓ એક ઓપેરા 'ચિત્રલેખા' કરી રહ્યાં હતા. તેમાં એડિટિંગ દરમિયાન હિરોઇનના ડાયલોગ તો એમ જ રહ્યાં પરંતુ મારા ડાયલોગ કાપી નાંખવામાં આવ્યા. આ વાત પર તેઓ ગુસ્સે થઇ ગયા. તેમણે કહ્યું કે, તે હિરોઇન અને નિર્માતા છે તેથી તેમના ડાયલોગ પર કાતર ન ફરી જ્યારે મારા ડાયલોગ કાપી નાંખવામાં આવ્યા. ત્યારે મને મજાકમાં કહેવામાં આવ્યું હતું કે, આ હજુ પણ અડિયલ છે. તેમનું કહેવું છે કે કલાકારનું સેંસેટિવ હોવુ ખોટુ નથી.

    અરુણ ઇન્ટરવ્યુમાં કહેતા જોવા મળી રહ્યાં છે કે, નામથી ફરક નથી પડતો. બધાને પોતાના નસીબનું મળે છે. આ સમગ્ર વીડિયો દરમિયાન અરુણ બાલીનો હસમુખ અંદાજ જોવા મળી રહ્યો છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywod, Bollywood actor, Bollywood Latest News, Bollywood News in Gujarati

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन