ટીવી એક્ટર અનુપમ શ્યામનું નિધન, ટીવી શો પ્રતિજ્ઞામાં ઠાકુર સજ્જનસિંહના રોલથી થયા હતા ફેમસ

તસવીર- @anupamshyamojha/Instagram

ટીવી સિરિયલ 'પ્રતિજ્ઞા'માં ઠાકુર સજ્જન સિંહની ભૂમિકા ભજવનાર અભિનેતા અનુપમ શ્યામે(Anupam Shyam) દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમની ઉંમર 63 વર્ષ હતી. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેણે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું.

 • Share this:
  Anupam Shyam, actor anupam shyam, thakur sajjansinh, Anupam, અનુપમ શ્યામ, actor anupam shyam is no more, અનુપમ શ્યામનું નિધન, પ્રતિજ્ઞા, Slumdog Millionaireમુંબઈ: બોલિવૂડ અને ટીવી ઉદ્યોગના અન્ય એક અભિનેતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. ટીવી સિરિયલ 'પ્રતિજ્જ્ઞા'માં ઠાકુર સજ્જન સિંહની ભૂમિકા ભજવનાર અભિનેતા અનુપમ શ્યામે (Anupam Shyam) દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમની ઉંમર 63 વર્ષ હતી. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે 'સ્લમડોગ મિલિયોનેર(Slumdog Millionaire)' અને 'બેન્ડિટ ક્વીન' (Bandit Queen) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

  સારવાર માટે લોકો પાસે માંગી હતી મદદ

  આ અભિનેતાને ગયા વર્ષે મુંબઈની લાઈફલાઈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું. અભિનેતાના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું. આ કારણોસર તેમનું મૃત્યુ થયું છે. આ પહેલા પણ તે પોતાની ખરાબ તબિયતને લઈને ચર્ચામાં રહ્યો હતો. જ્યારે સારવાર માટે પૈસાની જરૂર હતી, ત્યારે તેને ઘણા કલાકારો દ્વારા અને સરકાર તરફથી પણ આર્થિક મદદ કરવામાં આવી હતી.

  આ પણ વાંચો: Neeraj Chopra ગોલ્ડ જીતતાની સાથે જ અક્ષય કુમાર થયો ટ્વીટર પર ટ્રેન્ડ, જાણો કારણો

  સોનુ સૂદ અને આમિર ખાન પાસે માંગી હતી મદદ

  અભિનેતાના પરિવારે અનુપમ શ્યામની સારવાર માટે ઉદ્યોગના લોકોને આર્થિક મદદની વિનંતી કરી હતી. મળતી માહિતી મુજબ અનુપમ શ્યામના પરિવારે આમિર ખાન અને સોનુ સૂદ પાસેથી પણ મદદ માંગી હતી. અભિનેતા મનોજ બાજપેયીએ અભિનેતાના પરિવારને એક લાખ રૂપિયાની મદદ આપી હતી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની સારવાર માટે 20 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી.

  તબિયત સારી થતા ફરી કામ શરૂ કર્યું હતું

  અનુપમ છેલ્લા વર્ષથી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા. કિડનીના ચેપને કારણે અનુપમ શ્યામ ઓઝાની હાલત ગંભીર હતી. તબિયતમાં થોડો સુધારો થયા બાદ તેઓ પ્રતિજ્ઞા સીઝન 2 સાથે ટીવી પર પાછા ફર્યા. અનુપમ પ્રતિજ્ઞા સીઝન 1 માં સજ્જન સિંહની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

  આ પણ વાંચો: Bigg Boss OTT: જોરદાર VIDEOમાં જુઓ સ્પર્ધકોની ધમાદેદાર એન્ટ્રી

  પ્રતિજ્ઞા સીઝન 2 થી પરત ફરતી વખતે અનુપમએ કહ્યું હતું કે, 'એવું લાગે છે કે, તે સિરિયલ બંધ થઈ નથી. તે આટલા વર્ષોથી ચાલી જ હોય તેવું લાગી રહ્યું છે. હમણાં જ કેટલીક નવી વાર્તા ઉમેરવામાં આવી છે અને હું મારા ચાહકો અને ચાહકોનો આભાર માનું છું કે, તેઓ અમને ખૂબ પ્રેમ આપે છે અને તેમના પ્રેમના કારણે જ પ્રતિજ્ઞા સિરિયલ ફરી પાછી આવી છે.
  Published by:kuldipsinh barot
  First published: