મુંબઈ: 23 જૂન, 1952ના રોજ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ટુંડલામાં જન્મેલા અભિનેતા-રાજકારણી રાજ બબ્બર (Actor Politician Raj Babbar) આજે (23 જૂન, 2021) તેમનો 69મો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યા છે. રાજ બબ્બરને તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીની નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (National school of drama)થી અભિનય શીખનાર રાજ બબ્બરની પહેલી ફિલ્મ 'કિસ્સા કુર્સી કા' હતી. આ પછી તેમણે ફિલ્મ 'ઇન્સાફ કા તરાજુ'માં નેગેટિવ રોલ પણ ભજવ્યો હતો. રાજ બબ્બરને હીરો તરીકે પણ પ્રેમ મળ્યો, સાથે જ આશ્ચર્યજનક હતું કે તેમના શાનદાર અભિનયને કારણે તેમને વિલનની જેમ નફરત પણ મળી. 'પ્રેમ ગીત', 'નિકાહ', 'ઉમરાવ જાન', 'અગર તુમ ન હોતે', 'હકીકત', 'જીદ્દી', 'દલાલ' જેવી મહાન ફિલ્મો કરી ચુકેલા રાજ બબ્બર લાંબા સમય બાદ રાજકારણમાં જોડાયા.
સમાજવાદી પાર્ટી સાથે રાજકીય ઇનિંગ શરૂ કરનાર રાજ બબ્બર લાંબા સમય સુધી પાર્ટીના સ્ટાર નેતા રહ્યા. પરંતુ બાદમાં પાર્ટીના નેતાઓ સાથે તકરાર થતાં તેઓ સપાને છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ તેમણે પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
હાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજ બબ્બર ફિલ્મો કરતા વધારે તેમની લવ સ્ટોરી અંગે ચર્ચામાં રહ્યા છે. નિષ્ણાતોના મતે ફિલ્મ 'ભીગી પલકે'માં કામ કરતી વખતે રાજ બબ્બર અભિનેત્રી સ્મિતા પાટિલના પ્રેમમાં પડ્યા હતા. લાંબા સમય સુધી બંને લીવ ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. રાજ બબ્બર પહેલાથી જ પરિણીત હતા અને તેમના બે બાળકો પણ હતા.
સ્મિતા પાટિલના બાયોગ્રાફી લેખક મૈથિલી રાવે લખ્યું છે કે, સ્મિતા પાટિલની માતા રાજ બબ્બર સાથેના સંબંધોની સાવ વિરુદ્ધ હતી. તેમ છતાં રાજ બબ્બરે તેની પહેલી પત્ની નાદિરા સાથે છૂટાછેડા લીધા વિના સ્મિતા સાથે લગ્ન કર્યા. સ્મિતા અને રાજ બબ્બરને એક પુત્ર પ્રતિક બબ્બર છે, પરંતુ સ્મિતાએ પુત્રના જન્મ પછીના કેટલાક દિવસો પછી દુનિયાને અલવિદા કહી દીધું. રાજ બબ્બર સ્મિતાને ખૂબ પ્રેમ કરતા હતા. તેથી એકવાર ભાવનાશીલ થઈને રાજ બબ્બરે સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું કે જ્યારે તેઓ અમને છોડીને ગયા હતા, ત્યારે તેણી ફક્ત 31 વર્ષની હતી.
ત્યારબાદ રાજ બબ્બર નાદિરા બબ્બર પાસે પાછા ગયા. પુત્રી જુહી બબ્બર, આર્ય બબ્બર અને પ્રતીક બબ્બર ફિલ્મોમાં જ કામ કરી રહ્યા છે. હાલ રાજ બબ્બર કોંગ્રેસ પાર્ટીના સક્રિય નેતાની ભૂમિકા નિભાવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર