એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી શો ક્યોકી સાસ ભી કભી બહૂ થી એક્ટર અમન વર્માની માતાનું નિધન થઇ ગયુ છે. એક્ટરે સોશિયલ મીડિયા પર તેની માહિતી આપી છે. તેની માતાનું નિધન 18 એપ્રિલનાં થયુ છે. અમને ભાવૂક પોસ્ટ લખી તેની માતાની તસવીર શેર કરી છે. આપને જણાવી દઇએ કે, તેની માતાની ઉંમર 79 વર્ષ હતી.
અમન વર્માએ લખ્યું છે કે, 'જીવન એક વર્તૂળમાં આવે છે. ભારે હૈયાની સાથે તમામને જણાવવાં ઇચ્છુ છુ કે, મારી માતા kailash Verma અમને છોડીને ચાલી ગઇ છે. પ્લીઝ તેમનાં માટે પ્રાર્થના કરશો. કોવિડ સિચ્યુએશન જોતા ફોન અને મસેજથી જ સંવેદનાઓ વ્યક્ત કરજો.'
અમને આ પોસ્ટ બાદ ઇન્ડસ્ટ્રીનાં ઘણાં મોટા સ્ટાર્સ વિંદૂ દારા સિંહ, ડેલનાઝ ઇરાની, જસવીર કૌર, શિવાની ગોસાઇ, શ્વેતા ગુલાટી જેવાં સ્ટાર્સે દુખ વ્યક્ત કર્યું છે.
અમનનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો, તો ઘણી ફેમસ સિરિયલમાં નજર આવી ચુક્યો છે. શાંતિ, સીઇઆડી, ક્યોકી સાસ ભી કભી બહૂ થી, કુમકુમ, વિરાસત, સુજાતા જેવાં શોમાં તે કામ કરી ચુક્યો છે. તેણે ખુલજા સિમ સિમ, ઇન્ડિયન આઇડલ, ઇન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર્સ કી ખોજ જેવાં શો હોસ્ટ પણ કર્યા છે. જેમાં તેને ખુબ પસંદ કરવામાં આવ્યો છે.
અમને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે તેણે, બાગબાન, અંદાજ, કોઇ હૈ, સંઘર્ષ, જાની દુશ્મન, લમ્હા, દેશ દ્રોહી, તીસ માર ખાં, દાલ મે કુછ કાલા હૈ તેમજ પ્રાણ જાય પર શાન ન જાયે જેવી ફિલ્મો તેણે કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર