સુશાંત સિંહ રાજપૂત કેસની હવે આગામી સપ્તાહમાં સુનાવણી, સુપ્રીમ કોર્ટે 3 દિવસમાં મુંબઇ પોલીસ પાસે માંગ્યો રિપોર્ટ

News18 Gujarati
Updated: August 5, 2020, 1:43 PM IST
સુશાંત સિંહ રાજપૂત કેસની હવે આગામી સપ્તાહમાં સુનાવણી, સુપ્રીમ કોર્ટે 3 દિવસમાં મુંબઇ પોલીસ પાસે માંગ્યો રિપોર્ટ
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તપાસ સારી રીતે થવી જોઇએ. અહીં દરેક વ્યક્તિની અલગ રાય છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તપાસ સારી રીતે થવી જોઇએ. અહીં દરેક વ્યક્તિની અલગ રાય છે.

  • Share this:
નવી દિલ્હી : સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યાનાં મામલાની તપાસ પર કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, કેન્દ્રએ નૈતિકતાથી આ નિર્ણય લીધો છે કે, તે બિહાર સરકારના આગ્રહને સ્વીકાર કરશે. આ અંગે જલ્દી નોટિફિકેશ પણ જાહેર કરવામા આવશે. આનો અર્થ એ છે કે, અત્યાર સુધી આ તપાસ સીબીઆઈને (CBI) સોંપવામાં આવી નથી. જ્યારે આપવામા આવશે તો નોટિફિકેશન જાહેર કરવામા આવશે. આજની સુનાવણી બાદ માનવામમાં આવી રહ્યું છે કે, આગામી સપ્તાહમાં સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે કે તપાસ મુંબઇ પોલીસ (Mumbai Police) કરશે કે સીબીઆઇ.


સુનાવણી દરમિયાન તુષાર મહેતાએ જણાવ્યું કે, હવે રિયાની સુપ્રીમ કોર્ટમાં અરજીનો કોઇ અર્થ નથી રહેતો. મહત્વનું છે કે, રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બિહારની તપાસને મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. હવે બિહારમાં તપાસ નથી થઇ રહી કારણ કે, બિહારે તપાસને સીબીઆઈ પાસે મોકલી દીધી છે. બીજી તરફ રિયાના વકીલ શ્યામ દિવાને બિહારના કેસને મુંબઇ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. તેમમું કહેવુ છે કે, જ્યારે મુંબઇ પોલીસ તપાસ કરી રહી છે તો ત્યાં જ તપાસ થવી જોઇએ. 56 ગવાહ સાથે પૂછપરછ થઇ ગઈ છે.


રિયાના વકીલે જણાવ્યું કે, રિયાએ સુપ્રીમ કોર્ટમા અરજી દાખલ કરી હતી જેમા કહેવામા આવ્યું હતુ કે, આ કેસની તપાસ કરવી સુપ્રીમ કોર્ટનાં અધિકાર ક્ષેત્રમાં આવતુ નથી. આ કેસમાં બિહાર પોલીસના જોડાવવાનો કોઇ કાયદાકિય આધાર નથી. વધારેમાં વધારે આ ઝીરો એફઆઈઆર હશે અને તેને મુંબઇ પોલીસને આપી દેવામાં આવશે.


બીજી તરફ સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે કહ્યું કે, સીબીઆઈએ જલ્દી તપાસ શરૂ કરવી જોઇએ. કોઇપણ આરોપીને કોઇ સુરક્ષા ન મળે. કારણ કે પુરાવા નષ્ટ થવાનો ખરતો છે. પહેલા જ ઘણું મોડુ થઇ ગયુ છે. તપાસ સાથે જોડાયેલી તમામ વસ્તુઓ જાહેર થઇ ગઇ છે. જે માણસે સુશાંતની બોડી નીચે ઉતારી હતી પોલીસે તેને હૈદરાબાદ જવા દીધો. આ કઇ રીતે તપાસ થઇ રહી છે. બિહાર પોલીસના અધિકારીને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા કે જેથી પુરાવા નષ્ટ કરવામાં આવે.


સુશાંત સિંહ રાજપૂત મામલે પોલીસ ડિપાર્ટેન્ટનાં અધિકારીક સૂત્રોથી તે મુખ્ય જાણકારી મળી છે તેનાં અનુસાર સોમવારે ત્રણ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યાં છે જે લોકોની પૂછપરછ કરવામાં આવી છે તેમાં સુશાંતનાં નજીકનાં સિદ્ધાર્થ પીઠાની (Siddharth Peethani) બીજો દીપેશ સાવંત (Deepesh Sawant)અને ત્રીજો સિદ્ધાર્થ ગુપ્તા (Siddharth Gupta)નું નામ શામેલ છે.


આ સામે મહારાષ્ટ્ર સરકારના વકીલે જણાવ્યું કે, અમારી પોલીસ તપાસ કરી રહી છે. આ સ્ટેજ પર સુપ્રીમ કોર્ટએ કોઇ આદેશ આપવો જોઇએ નહીં. બિહાર પોલીસને પોતાના પર વિશ્વાસ નથી. એટલે તપાસ સીબીઆઈને સોંપવાની વાત કરે છે.
આ બાદ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તપાસ સારી રીતે થવી જોઇએ. અહીં દરેક વ્યક્તિની અલગ રાય છે. અહીં સવાલ ન્યાયાધિકાર ક્ષેત્રનો છે કે કઇ એજન્સી તપાસ કરશે. મહારાષ્ટ્ર પોલીસને લખીને આપવુ પડશે કે તપાસ પ્રોફેશનલી થશે. સુપ્રીમ કોર્ટે 3 દિવસમાં મુંબઇ પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો છે.
Published by: Kaushal Pancholi
First published: August 5, 2020, 1:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading