પુત્ર અબરામે પિતા માટે લખ્યો ખાસ મેસેજ, ઇમોશનલ થયો શાહરૂખ ખાન

News18 Gujarati
Updated: June 18, 2018, 10:41 AM IST
પુત્ર અબરામે પિતા માટે લખ્યો ખાસ મેસેજ, ઇમોશનલ થયો શાહરૂખ ખાન

  • Share this:
બોલીવૂડ કિંગ ખાન એક્ટિંગની સાથે બાળકોને લઇને અવાર નવાર ચર્ચામાં રહે છે, તેઓ બાળકો સાથે હળવાશભર્યા ફોટો શેર કરતાં રહે છે, ફાધર્સ ડે પર શાહરૂખ ખાને પોતાના સૌથી નાના પુત્ર અબરામે મોકલેલા મેસેજનું ટ્વીટ કર્યું હતું. આ મેસેજ વાંચી શાહરૂખ ખાન ઇમોશનલ થઇ ગયો હતો.

ઇદના દિવસે શાહરૂખ ખાને અબરામ સાથે એક તસવીર શેર કરી હતી, અને લોકોને ઇદની શુભકામના પાઠવી હતી, હવે ફાધર્સ ડે પર શાહરૂખે પુત્ર અબરામ દ્વારા લખવામાં આવેલો લેટર્સનો ફોટો શેર કર્યો છે, પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરેલી તસવીરમાં લખ્યું હતું કે 'મારા પિતા દુનિયાના સૌથી સારા પિતા છે'. શાહરૂખે આ અંગે લખ્યું કે આ સિવાય બાળકો પાસે કોઇ વિકલ્પ ન હતો, અને હું સ્વીકારું છું કે આ માત્ર પૂર્વગ્રહનો સંકેત છે, આ એક પિતાના જીવનને પુરું કરે છે.

 ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન અનેક વખત પોતાના બાળકો માટે પ્રેમ વ્યક્ત કરી ચૂક્યા છે. પુત્રી સુહાના માટે ઇમોશનલ મેસેજ હોય કે પુત્ર અબરામ સાથે સમય વિતાવવાનો હોય, શાહરૂખ અનેક વખત પોતાના બાળકોની તસવીરો મીડિયામાં શેર કરતાં રહે છે.

 

First published: June 17, 2018, 7:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading