ફોટોગ્રાફ્સ પર ગુસ્સે ભરાયો અબરામ, ચીડાઇને બોલ્યો- 'નો પિક્ચર્સ'

અબરામ ખાન

અબરામનો ગુસ્સો આરાધ્યાની બર્થ ડે પાર્ટીથી નીકળતા સમયે જોવા મળ્યો હતો. અબરામને બોડીગાર્ડ તતેનાં ખોળામાં લઇને આવી રહ્યો હતો. અબરામ બહાર આવ્યો તે સાથે જ કેમેરા પર્સન તેનાં ફોટા લેવા લાગ્યા હતાં

 • Share this:
  મુંબઇ: લિટલ અબરામને ગુસ્સો પણ આવે છે. એ પણ ત્યારે જ્યારે કોઇ તેનો જબરદસ્તી ફોટો લેવાનો પ્રયાસ કરે છે. તેનો આવો જ ગુસ્સો આરાધ્યાની બર્થ ડે પાર્ટીથી નીકળતા સમયે જોવા મળ્યો હતો. અબરામને બોડીગાર્ડ તતેનાં ખોળામાં લઇને આવી રહ્યો હતો. અબરામ બહાર આવ્યો તે સાથે જ કેમેરા પર્સન તેનાં ફોટા લેવા લાગ્યા હતાં.

  કેમેરાની ફ્લેશલાઇટ ચમકતા જ અબરામ ચીડાઇ ગયો હતો અને જોરથી બોલવા લાગ્યો હતો 'નો પિક્ચર્સ'. અબરામનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આપ જોશો કે અબરામ 'નો પિક્ચર્સ' કહેતો દેખાય છે. તે બાદ ગાર્ડ એક બૂક કદાચ ફોટોગ્રાફર્સથી તેનો ચહેરો છુપાવવા એ રીતે મુકે છે.

  અબરામ પાછળની સીટ પર ઉભો થઇ જાય છે અને બહાર જુએ છે અને ચીડાઇને 'નો પિક્ચર્સ' કહે છે.
  Published by:Margi Pandya
  First published: