બિગ બી બાદ દીકરો અભિષેક પણ કોરોના પોઝિટીવ, મિત્રોએ સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના

News18 Gujarati
Updated: July 12, 2020, 12:47 AM IST
બિગ બી બાદ દીકરો અભિષેક પણ કોરોના પોઝિટીવ, મિત્રોએ સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: અમિતાભ બચ્ચનનાં કોરોના રિપોર્ટ બાદ હવે દીકરા અભિષેક બચ્ચને પણ ટ્વિટર પર માહિતી આપી છે કે તે પણ કોરોના પોઝિટીવ છે. તેનામાં પણ પિતા જેવાં જ સામાન્ય લક્ષણ દેકાતા હતા બાદમાં બંનેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેણે પણ પરિવાર અને સ્ટાફનાં તમામને ટેસ્ટ કરાવવા જણાવ્યું છે.

અભિષેક બચ્ચનનાં કોરોના વાયરસ સંક્રમિત થયા બાદ એક્ટર રિતેશ દેશમુખે ટ્વિટ કરીને અભિષેક અને બચ્ચન પરિવારનાં જલદી સ્વસ્થ થવાની કામના કરી છે અને લખ્યુ છે કે, બચ્ચન પરિવારનાં સ્વાસ્થ્ય માટે તેઓ પ્રાર્થના કરી રહ્યાં છે.






આપને જણાવી દઇએ કે હાલમાં જ અભિષેક બચ્ચનની વેબ સિરીઝ 'બ્રિથ-2' રિલીઝ થઇ છે. આ સિરીઝ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઇ છે.

આ પહેલાં અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને કોરોના પોઝિટીવ હોવાની માહિતી આપી હતી. તો ગત દિવસે જ બોલિવૂડ લેજન્ડરી રેખાનાં સિક્યોરિટી ગાર્ડનાં કોરોના સંક્રમિત હોવાનાં સમાચાર આવ્યા હતાં.

આ પહેલાં ફિલ્મ એક્ટર આમિર ખાનનાં ઘરમાં કામ કરતાં તેની ટીમનાં 7 સભ્યો કોરોના પોઝિટીવ આવ્યા હતાં.
Published by: Margi Pandya
First published: July 12, 2020, 12:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading